ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી, જાણો કયા ખાબકશે વરસાદ

Text To Speech
  • પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી
  • સુરેન્દ્રનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ છે
  • આવતીકાલથી વાતાવરણ સૂકું થશે

ગુજરાતમાં આગામી 24 કલાક સુધી માવઠાની આગાહી છે. જેમાં આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તથા સુરત, વલસાડ, નવસારીમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. તેમજ તાપી, ડાંગમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તથા અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે.

પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી

પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. તેમજ આવતીકાલથી વાતાવરણ સૂકું થશે. રાજ્યમાં થયેલ સાર્વત્રિક માવઠાના કારણે એક જ દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન અંદાજે 8 ડિગ્રી જેટલુ ઘટી જતાં ભરબપોરે લોકો ધ્રુજી ઉઠયાં હતા. શનિવારના રોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 31.1 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 23.3 ડિગ્રી થઈ ગયુ. બીજી તરફ રાત્રીનું લઘુત્તમ તાપમાન ઉચકાયું છે. શહેરનું લઘુત્તમ તાપમાન ગઈકાલે 19.8 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે વધીને 21.7 ડિગ્રીએ પહોચી ગયું છે.

સુરેન્દ્રનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ છે

હવામાન ખાતાની વિગતો મુજબ અમદાવાદ શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન આજે સામાન્ય કરતાં 8.5 ડિગ્રી નીચુ જ્યારે લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી ઊંચુ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાન અંગેના પ્રસિદ્ધ કરેલ આંકડા મુજબ અમદાવાદ શહેરનું તાપમાન 23.3 ડિગ્રી, ડીસાનું 24.4 ડિગ્રી, ગાંધીનગરનું 22.8 ડિગ્રી, વિ.વિ.નગરનું 23.7 ડિગ્રી, વડોદરાનું 25.4 ડિગ્રી, સુરતનું 26.8 ડિગ્રી, વલસાડનું 28.2 ડિગ્રી, ભુજનું 25.9 ડિગ્રી, નલિયાનું 28 ડિગ્રી, કંડલાનું 25.1 ડિગ્રી, અમરેલીનું 26.4 ડિગ્રી, ભાવનગરનું 27.2 ડિગ્રી, દ્વારકાનું 29 ડિગ્રી, પોરબંદરનું 30.8 ડિગ્રી, રાજકોટનું 28.1 ડિગ્રી અને સુરેન્દ્રનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ છે.

Back to top button