ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તર ભારતમાં ઠંડી વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી

એક તરફ દેશમાં ઠંડીના કારણે ઉત્તર ભારત સહિત દેશના વિવિધ ભાગોમાં પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથી ઉત્તર ભારતમાં વધુ ઠંડી સાથે વરસાદનું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ બાજુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે અને ત્યારે વિવિધ રાજ્યોમાં આગામી દિવસોમાં પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી વધશે તો સાથે જ માવઠાની પણ આશંકા

આ અંગે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં 23 અને 24 જાન્યુઆરીએ હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે 24 જાન્યુઆરી, 2023ના રોજ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જેની સાથે જ પાટનગર દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફાર બદલાતો જોવા મળશે.

રાષ્ટ્રીય રાજધાનીના હવામાનની વાત કરીએ તો દિલ્હીમાં દરરોજ તાપમાન વધી રહ્યું છે. આજે એટલે કે 22 જાન્યુઆરીએ દિલ્હીના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જો કે આજે આકાશમાં ધુમ્મસ રહેશે અને તડકો પડવાની કોઈ શક્યતા નથી. આજે (રવિવારે) દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરી સુધી દરરોજ તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.

Delhi rain Update Hum Dekhenge News

જમ્મુ કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. બીજી તાજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 23 અને 27 જાન્યુઆરી વચ્ચે પશ્ચિમ હિમાલય પર વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓને વધુ તીવ્ર બનાવશે. તે સમયગાળા દરમિયાન વ્યાપક વરસાદ અને હિમવર્ષા થશે. 24 અને 25 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાની તીવ્રતા સૌથી વધુ રહેશે.

23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. 24 અને 27 જાન્યુઆરીની વચ્ચે, ઉપરોક્ત રાજ્યોમાં વરસાદ વધી શકે છે અને 24 અને 25 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં પણ ઠંડીથી રાહત મળી છે. યુપીની રાજધાની લખનૌમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આકાશ આંશિક વાદળછાયું રહેશે અને સૂર્ય પણ દેખાશે. જો કે આગામી દિવસોમાં હળવા વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : કોરોના સામેની લડતમાં ભારતની નેઝલ વેક્સિન 26 જાન્યુઆરીના થશે લોન્ચ, જાણો તમામ માહિતી

Back to top button