ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, આ તારીખે ભુક્કા કાઢશે વરસાદ

Text To Speech

હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે.જેમાં પહેલા ત્રણ દિવસ સામાન્ય વરસાદ જ્યારે પછીના બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

રાજ્યમાં ફરી એક વાર કમોસમી વરસાદે ધડબટાડી બોલાવી રહ્યો છે. હવામાન વિભાગની આાગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે થી ત્રણ દિવસ વરસાદ ઓછો પડવાની શક્યતા છે. ત્યાર બાદ 4થી 5 મેના રોજ ભારે વરસાદની શક્યતા છે.

વરસાદની આગાહી-humdekhengenews

આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામા આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાના જણાવ્યા મુજબ બે થી ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડ્યા બાદ આગામી 4થી 5મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સ સક્રિય થતાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

 આ પણ વાંચો : ‘સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે અને બીજું ઘણું બધું સામે આવશે’ : યુવરાજસિંહ જાડેજા

Back to top button