- સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય બની ગયું છે
- અમદાવાદ શહેરમાં સાંજે કે રાત્રે વરસાદ વરસશે
- સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ભૂજમાં સૌથી વધુ 35.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તે સાથે જ સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થયુ છે. અમદાવાદમાં પણ સાંજે કે રાત્રે વરસાદ વરસશે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસની આગાહીમાં જણાવ્યું છે કે હવે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: અમરેલી: ભારે વરસાદના કારણે રોડ તથા ટ્રેન વ્યવહાર બંધ, લોકોને હાલાકી
સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય બની ગયું છે
સમગ્ર રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય બની ગયું છે. દક્ષિણ-પશ્ચિમનો પવન જમીની સ્તરના નીચલા લેવલે ફૂંકાઈ રહ્યો છે. ભેજનું પ્રમાણ સવારે 8-30 વાગ્યે 92 ટકા અને સાંજે 5-30 વાગ્યે 69 ટકા નોંધાયું છે. હવામાન ખાતાએ અમદાવાદમાં પણ સાંજે કે રાત્રે વરસાદ વરસવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ભૂજમાં 35.2 ડિગ્રી નોંધાઈ હતી. સવારે અને રાત્રે ઠંડક અનુભવાય છે પરંતુ સવારે 11 વાગતા અસહ્ય ઉકળાટ શરૂ થઈ જાય છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે
છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. તથા પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદ રહેશે. ગીર સોમનાથ, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં વરસાદ રહેશે. તથા પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે .આવતી કાલે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.