- 19,20,21 ઓગસ્ટ સુધી છૂટા છવાયા વરસાદની સંભાવના
- અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે
- રાજ્યમાં આવતીકાલથી જ વાતાવરણ પલટાશે
ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. જેમાં 19,20,21 ઓગસ્ટ સુધી છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. તથા આગામી 23 ઓગસ્ટ બાદ પુનઃ વરસાદ શરૂ થશે. 24 થી 26 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ પડશે.
આ પણ વાંચો: ગુજરાત માટે અંબાલાલ પટેલે વરસાદ માટે કરી આગાહી, આ તારીખથી વિવિધ વિસ્તારોમાં થશે મેઘમહેર
19,20,21 ઓગસ્ટ સુધી છૂટા છવાયા વરસાદની સંભાવના
દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે. તથા સુરત, વલસાડ,નવસારી, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, રાજકોટ, ભાવનગર, જુનાગઢમાં વરસાદ રહેશે. રાજ્યમાં વરસાદના લઈને હવે રાહ જોવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના કેટલાંક ભાગોમાં છેલ્લા થોડાં દિવસોથી વરસાદ સહેજ પણ જોવા મળી રહ્યો નથી. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 19,20,21 ઓગસ્ટ સુધી છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 23 ઓગસ્ટથી વરસાદની નવી ઈનિંગ શરૂ થશે.
રાજ્યમાં આવતીકાલથી જ વાતાવરણ પલટાશે
હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું કે, આગામી 23 ઓગસ્ટ બાદ ફરી વરસાદ શરૂ થશે. જેમાં 24 થી 26 ઓગસ્ટ રાજ્યમાં સારો વરસાદ પડશે. આ માટે 21 ઓગસ્ટે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. જેના પરિણામે ઉત્તર પૂર્વ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જ્યારે બીજી તરફ હાલમાં આગામી થોડાં દિવસોમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાની પણ વાત કરી છે. તેમજ રાજ્યમાં આવતીકાલથી જ વાતાવરણ પલટાશે. તેની સાથે જ 21 તારીખે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. આ દરમિયાન ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સારો વરસાદ પડશે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા રહેશે.