- બે દિવસ વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી
- ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
- ડાંગ, નવસારી, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે
ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડવાના સંકેતો છે. તથા ડાંગ, નવસારી, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે. સાથે જ બે દિવસ વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી છે.
ડાંગ, નવસારી, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે
અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગુરૂવારથી ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં શુક્રવારે અતિભારે વરસાદ પડશે. આ સિવાય અમદાવાદ તેમજ મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા કરાયેલા આગાહી મુજબ ગુરૂવારના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે જ્યારે શુક્રવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવમાં અતિભારે જ્યારે સુરત, તાપી, જુનાગઢ, બોટાદમાં ભારે વરસાદ પડશે. 6, 7 જુલાઇએ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઇ શકે છે. તથા 8 જુલાઇથી મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. સાથે જ 5, 6, 7 જુલાઇએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.
બે દિવસ આ વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી
ગુરુવાર : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ તથા શુક્રવાર : ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, સુરત, તાપી, જૂનાગઢ, બોટાદમાં વરસાદ આવશે. અમદાવાદમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. તથા તાપમાન 34 – 35 ડિગ્રીની આસપાસ જ રહેશે. સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થતા ભારે વરસાદ રહેશે. જેમાં ગીર સોમનાથ, જુનાગઢ,પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગર સહિતમાં ભારે વરસાદ રહેશે.