ગુજરાત

રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં ખાબકશે વરસાદ

Text To Speech

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કાલે સાંજે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ આવ્યો હતો. એટલું જ નહીં અનેક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં જાણે ભર ઉનાળે ચોમાસાનો માહોલ સર્જાઈ ગયો હતો. અમદાવાદના થલતેજ, ઈસ્કોન, બોડકદેવ, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, આંબાવાડી, લો ગાર્ડન સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગની હજી બે દિવસ આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેથી અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વરસાદ

કયાં કયાં ખાબકી શકે છે વરસાદ?

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં સૂસવાટાભેર પવન અને ગાજવીજ સાથે માવઠું થવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

 આ પણ વાંચો : રાહુલ ગાંધીનો દાવો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 150 સીટ જીતશે

Back to top button