ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી, જાણો કયા પડશે મેઘ
- અનેક વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે
- સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અુમાન કરવામાં આવ્યું
- ગુજરાતમાં ચોમાસું 13 કે 14 જૂને એન્ટ્રી કરી શકે છે
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાં 10 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યમાં ગરમીને લઈ કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી જેમાં લોકોને રાહત મળી છે. તેમજ ગુજરાતમાં ચોમાસું 13 કે 14 જૂને એન્ટ્રી કરી શકે છે. તેથી ખેડૂતો માટે આનંદના સમાચાર છે.
અનેક વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે
છોટાઉદેપુર, સુરતમાં વરસાદની આગાહી સાથે દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં ગરમીને લઈ કોઈ એલર્ટ નહીં તેથી લોકોને રાહત થઇ છે. તેમજ અનેક વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અુમાન કરવામાં આવ્યું
રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 8 અને 9 જૂને વરસાદ ડી શકે છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં વરસાદનું અુમાન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારીમાં હળવા વરસાદની આગાહી છે. તથા તાપી, ડાંગ, દાહોદમાં પણ હળવો વરસાદ આવી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને પૂર્વીય પટ્ટાના જિલ્લાઓમાં 8 જૂનથી પ્રિ-મોન્સુન વરસાદ થવાની શક્યતા છે. તેની સામે હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું 13 કે 14 જૂને એન્ટ્રી કરી શકે છે.
હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી
બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ પછી કોઈ મોટી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા નથી, પણ ઘણી જગ્યાઓ પર અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની ચર્ચા થઈ રહી છે. જો કે હવામાનશાસ્ત્રીનું કહેવું છે કે હાલ અરબી સમુદ્રમાં ચક્રવાત બને તેવી કોઈ સંભાવનાઓ દેખાઈ રહી નથી પરંતુ આ જે સિસ્ટમ બની છે તે લો પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ કર્યા બાદ વરસાદ હવે પૂર્વોત્તરના અમુક ભાગમાં વધી રહ્યો છે અને ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં 10 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે.