ગુજરાત

રાજ્યમાં બે દિવસ કાળઝાળ ગરમી બાદ વરસાદની આગાહી, જાણો ક્યાં અને ક્યારે પડશે માવઠું?

Text To Speech

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં નવી આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડશે બાદમાં ફરીથી સૂસવાટાભેર પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.

બે દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા બે દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતી કાલે કાળઝાળ ગરમીની આગાહી છે. ત્યારે આવત કાલે માવઠાની સાથે તડકો પડશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં બુધવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં પવન સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને આવતીકાલે એટલે અંગ દઝાડતી ગરમી પડશે.આવતી કાલે બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડશે. જે બાદ ગુરૂવારના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાવવાની પણ આગાહી કરી છે.

વાતાવરણમાં પલટો - Humdekhengenews

30 અને 31 તારીખની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારના રોજ એટલે 30મી તારીખે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામા આવી છે તેમજ શુક્રવારના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો તાપમાનની વાત કરવામાં આવે તો આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : AMCના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા દિવ્યાંગ મહિલાને કરવામાં આવી પરેશાન, જુઓ વીડિયો

Back to top button