ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ રેલવેનું ટાઈમ ટેબલ વરસાદે ખોરવી નાખ્યું,મુંબઈથી આવતી ટ્રેન 8 કલાક સુધી મોડી થઈ

Text To Speech

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદના લીધે પશ્ચિમ રેલવેનો લાંબા અંતરની ટ્રેનો જે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય રાજ્યમાં જતી ટ્રેનો તેના નિર્ધારિત સમયથી સાત કલાકથી લઈને ત્રણ કલાક સુધી મોડી દોડી રહી છે જેમાં દેશની સૌથી ફાસ્ટ ટ્રેન તેજસ નામથી રાજધાની એક્સપ્રેસ તરીકે ઓળખાય છે નામથી રાજધાની એક્સપ્રેસ તરીકે તે આજે બે કલાક 50 મિનિટ અને ઓગસ્ટ ક્રાંતિ તેજસ એક્સપ્રેસ ચાર કલાકને 40 મિનિટ મોડી પડી હતી.

છેલ્લા બે દિવસથી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ઉત્તર ભારત તરફ વરસાદના અનુલક્ષીને મોટાભાગની ટ્રેનો તેના નિર્ધારિત સમયથી તે અડધો કલાકથી લઈને સાડા સાત કલાક સુધી મોડી દોડી રહી છે મુંબઈ તરફ જતી મોટાભાગની ટ્રેનો તેના નિર્ધારિત સમયથી એક કલાકથી 7:30 કલાક સુધી મોડી ચાલી રહી છે જેની અંદર મુંબઈ થી દિલ્હી તરફ જતી રાજધાની તેજસ ફાસ્ટેસ એક્સપ્રેસ ટ્રેન આજે બે કલાક 50 મિનિટ મોડી પડી હતી મુંબઈ થી ગાંધીનગર તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ સાત કલાકને 45 મિનિટ મોડી પડી મુંબઈ થી નિઝામુદ્દીન તરફ જતી ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસ 4 કલાકને 40 મિનિટ મોડી ચાલી રહી છે.

આ ઉપરાંત વડોદરા ડિવિઝનમાં પણ ખામીઓ સર્જવવાના કારણે મુંબઈ થી અમૃતસર તરફ જતી ગોલ્ડન ટેમ્પલ ચાર કલાકના દસ મિનિટ મુંબઈથી જયપુર તરફ જતી જયપુર સુપરફાસ્ટ ચાર કલાકના છ મિનિટ મુંબઈ થી ન્યુ દિલ્હી તરફ જતી દુરંતો એક્સપ્રેસ એક કલાક મોડી ચાલી રહી છે. એનાકુલંબી અજમેર તરફ જતી મેરુસાગર એક કલાક 35 મિનિટ મુંબઈ થી ઇન્દોર તરફ જતી અવંતિકા એક્સપ્રેસ બે કલાકે 20 મિનિટ તેમજ મોટાભાગની મુંબઈ તરફથી આવતી ટ્રેનો આજે તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી હોવાનો પશ્ચિમ રેલવે ના પી.આર.ઓ અખબરી યાદીમાં જણાવ્યું હતું.

એક તરફ ગુજરાતમાં અતિભારે વરસાદનો હવામાન વિભાગ દ્વારા માહિતી પ્રસારણ કરવામાં આવી છે જેને લઇને પશ્ચિમ રેલવેમાં મોટાભાગની ટ્રેનો લેટ થતા પેસેન્જરોમાં ભારે હાલાકી સામનો કરવો પડ્યો છે મોટાભાગના રેલવેમાં યાત્રી કરતા મુસાફરોની હાલત ભારે કફાડી થવા પામી છે જેને લઈને રેલવેને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. જેના માટે રેલવે વિભાગ દ્વારા તમામ માહિતીઓ પ્રસારિત કરવામાં આવી રહી છે.

Back to top button