ગુજરાતટોપ ન્યૂઝ

મધ્યગુજરાતમાં પણ વરસાદ જામ્યો, છોટાઉદેપુરમાં 10 ઈંચ વરસ્યો, તો બોડેલીમાં 16 ઈંચ, જુઓ વીડિયો

Text To Speech

 

છેલ્લા ત્રણ ચાર દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રવિવારે મેઘરાજે મધ્ય ગુજરાતને પણ વરસાદમાંથી બાકાત રાખ્યું નથી. જેમાં મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લો આજે જળમગ્ન થઈ ગયો છે. રવિવાર વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું. બે કલાકમાં 7 ઈંચ વરસાદ વરસતા બોડેલીમાં જન જીવન પ્રભાવિત થયું છે.

છોટાઉદેપુરના બોડેલીમાં તો જાણે રીતસર આભ ફાટ્યું છે. બોડેલીમાં 10 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસતા શહેર જાણે જલમગ્ન બન્યું છે. પાવી જેતપુરમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ અને જાબુંઘોડા, ક્વાંટમાં 10 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુરના નસવાડીના પલાસણી ગામે પૂલ તૂટ્યો છે. પલાસણીથી કાળીડોળી જવાનો પુલ બંધ કરવામાં આવ્યો છે. અશ્વિન નદીના ઘોડાપૂર પાણીમાં પુલનો એપ્રોચ ધોવાઈ જતા પુલ ને પણ નુકશાન ની શક્યતા, સ્થાનિક તંત્ર સતત ખડેપડે અનેક રસ્તા ઓ નસવાડી તાલુકા ના વરસાદ ને લઈ બંધ થયા છે.

આ પણ વાંચો : આગાહી: ગુજરાતમાં હજુ આટલા દિવસ સુધી પડશે ભારે વરસાદ…જાણો ક્યાં પડશે વરસાદ

બોડેલી ડભોઇ હાઇવે બંધ કરવો પડ્યો. વરસાદ ને પગલે બોડેલી તાલુકાના નીચાણ વાળા વિસ્તારના રોડ રસ્તા પર પાણી તો કેટલાક ઘરો માં પાણી ઘુસ્યા. ઘરો માં પાણી ગુસ્તા પંચાયતની પ્રિ મોસુન કામગીરી પર લોકો એ ઉઠાવ્યા સવાલ. દિવાળ ફળિયાના અનેક મકાનમાં પાણી ઘુસી ગયા, લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે

બોડેલી તાલુકામાં સવારથી અવિરત વરસાદ ચાલુ છે, તેવામાં તંત્ર દ્વારા પરિસ્થિતિને લઈને નજર રાખવામાં આવી રહી છે. બોડેલી, ઢોકલીયા, અને અલીખેરવા ગામ પાણી પાણી, મકાનો, દુકાનો અને રસ્તામાં ભરાયાં પાણી ઢોકલીયા ગામના રજા નગર વિસ્તારમાં પાણી ભરાયાં, કેટલાક મકાનો ડૂબી જતા જીવ બચવવા છત પર લોકો ચડ્યા, 100 જેટલા ફસાયેલા લોકો ને સ્થાનિક લોકો એ બહાર કાઢ્યા, દીવાન ફળિયામાં હાલ કેટલાક લોકો ફસાયા, કેટલાક લોકો હાલ પણ ફસાયેલ છે.

Chhotaudepur rain 01

Back to top button