ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી, 8 જિલ્લાઓમાં રેડ અલર્ટ

Text To Speech

રાજ્યમાં મેઘરાજા જાણે તાંડવ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.

8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે.

 

ગોધરામાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોધરામાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાયા છે. મુંબઈ-દિલ્લી વચ્ચેનાં મુખ્ય ટ્રેક પર પાણી ભરાતા મહત્વની ટ્રેનોની અવર જવર પર અસર થઈ છે. જો કે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ટ્રેનોને ગોધરા રેલવે સ્ટેશનના આઉટર ઉપર રોકી દેવામા આવી છે. અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી છે. તાત્કાલિક મશીનો લગાવી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં એક દિવસમાં 224 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાથે તિલકવાડા, નાંદોદ, સુબિર અને ડાંગમાં પણ વ્યાપક વરસાદ જોવા મળી રહ્યો છે.

Back to top button