વર્લ્ડ કપસ્પોર્ટસ

ફરી વરસાદે બગાડી IND vs NEDની વૉર્મ-અપ મેચની મજા

Text To Speech
  • IND vs NED: આજે (3 ઓક્ટોબર) તિરુવનંતપુરમમાં યોજાનારી ભારત અને નેધરલેન્ડ વચ્ચેની પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમ હવે પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે સીધી ચેન્નાઈમાં રમશે.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 વૉર્મ-અપ મેચઃ તિરુવનંતપુરમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચેની વૉર્મ-અપ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપની શરૂઆત પહેલા આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. વર્લ્ડ કપ પહેલા આ મેચ દ્વારા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ મજબુત પ્રેક્ટિસ કરી શકોત, પરંતુ હવે ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023માં પોતાની વર્લ્ડ કપ મેચની શરુઆત કરશે.

  • આ પહેલાં પણ ઈંગ્લેન્ડ સામેની વૉર્મ-અપ મેચ વરસાદના કારણે રદ થઈ હતી.

ભારત અને નેધરલેન્ડ વચ્ચે તિરુવનંતપુરમમાં રમાનાર પ્રેક્ટિસ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આ પહેલા ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સામેની રમાનાર પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. હવે ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરે ચેન્નાઈના ચેપોકમાં ઓસ્ટ્રેલિયા સામે સીધી રમવા માટે ઉતરશે.

આ પણ વાંચો: વર્લ્ડ કપ પહેલા ડેલ સ્ટેને સિરાજ પર વ્યક્ત કર્યો વિશ્વાસ

Back to top button