- આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં રહેશે વરસાદ
- દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા
- 24 કલાક દરમિયાન અમદાવાદમાં વરસાદ આવશે
ગુજરાતમાં ફરી મેઘસવારી આવી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ રહેશે. અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં દાહોદ,છોટા ઉદેપુર,નર્મદામાં ભારે વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના આ શહેરોમાં આવશે વરસાદ
સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા
વડોદરા અને પંચમહાલ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે. કચ્છમાં વરસાદની શક્યતા નહિવત્ છે. રાજ્યમાં 7 અને 8 તારીખ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે દાહોદ અને પંચમહાલમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
7-8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ આવશે
24 કલાક દરમિયાન અમદાવાદમાં સાંજના સમયે અથવા તો રાત્રે હળવા વરસાદની સંભાવનાઓ છે, આ પછી 7-8 સપ્ટેમ્બર દરમિયાન પણ આ પ્રકારનો વરસાદ રહેવાની શક્યતાઓ છે. દક્ષિણ ઓડિશામાં સર્ક્યુલેશન છે, જેની અસરના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે હવામાન વિભાગે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે.