ટોપ ન્યૂઝનેશનલ

પશ્ચિમ બંગાળમાં ફરી ‘વંદે ભારત એક્સપ્રેસ’ પર પથ્થમારો, રેલવેએ લીધો મોટો નિર્ણય

  • બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરી કર્યો પથ્થરમારો
  • અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધયી ફરિયાદ
  • પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટ્યા

પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર સતત બીજા દિવસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. મંગળવારે ન્યૂ જલપાઈગુડી પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ચાલતા રેલવેએ તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય રેલવે દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે કે રેલવે એક્ટની કલમ 154 હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો : આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’: નવી ટેક્નોલોજીના યુગ હજુ પણ નથી વિસરાઈ બ્રેઈલ લિપિ !

C3 અને C6 કોચના કાચ તૂટી ગયા

ઈસ્ટર્ન રેલવેના CPROએ જણાવ્યું કે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલદા મંડલના કુમારગંજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારાની ઘટના બની હતી. RPF અને રાજ્ય પોલીસ અજાણ્યા પથ્થરબાજો સામે FIR નોંધીને મામલાની તપાસ કરી રહી છે. પથ્થરમારામાં C3 અને C6 કોચના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારાની ઘટનાઓને રોકવા માટે RPFએ કેટલાક વિસ્તારોમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું છે.

સોમવારે પણ થયો હતો પથ્થરમારો

મળતી માહિતી અનુસાર, મંગળવરે લગભગ 5.57 વાગ્યે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ (22302) માલદા ટાઉન રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે ચેકિંગ દરમિયાન કોચ સી-3 અને સી-6ના કાચ પર પથ્થરમારાના નિશાન જોવા મળ્યા હતા. આ પહેલા પણ સોમવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો હતો. ન્યૂ જલપાઈગુડીથી હાવડા આવતી વખતે માલદા સ્ટેશન પાસે કોઈએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે કોચ સી-13નો દરવાજો ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

આ પણ વાંચો : અમદાવાદ : આખી રાત ધમધમતાં સિંધુભવન રોડ પર કેમ બનાવવામાં આવી રહ્યું છે ‘નાર્કોટિક્સ’ પોલીસ સ્ટેશન ?

PM મોદીએ બતાવી હતી લીલીઝંડી

નોંધપાત્ર વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરે માતા હીરાબેનને મુખાગ્નિ આપ્યા બાદ પશ્ચિમ બંગાળને પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ભેટમાં આપી હતી. વંદે ભારતે 1લી જાન્યુઆરીથી તેની યાત્રા શરૂ કરી છે. તેના એક દિવસ બાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની પ્રથમ ઘટના સામે આવી છે. ત્યારબાદની આ બીજી ઘટના છે.

Back to top button