મહાશિવરાત્રીના તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે મહાશિવરાત્રી પર અનેક જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે. ભોળેનાથના મંદિરમાં મોટી સખ્યામાં શિવભક્તો ઉમટી પડતા છે. જેથી મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહાશિવરાત્રી પર્વ સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ઓખા અને સાબરમતી (જેલ બાજુ) વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.
રેલવે વિભાગે શરુ કરી મહાશિવરાત્રિ સ્પેશિયલ ટ્રેન
મહાશિવરાત્રિનો તહેવાર પર શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે રેલવે વિભાગ દ્વારા મહાશિવરાત્રિ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ઓખા અને સાબરમતી (જેલ બાજુ) વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યોછે.
મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપની વિગતો
ટ્રેન નંબર 09454/09453 ઓખા-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન [2 ટ્રીપ્સ]નો સમય નીચે મુજબ રહેશે.
ટ્રેન નંબર 09454 ઓખા – સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ 17 ફેબ્રુઆરી, 2023 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:45 વાગ્યે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:35 વાગ્યે સાબરમતી પહોંચશે.
ટ્રેન નંબર 09453 સાબરમતી – ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ 16 ફેબ્રુઆરી, 2023 (ગુરુવાર) ના રોજ સાબરમતીથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.25 કલાકે ઓખા પહોંચશે.
આ સ્ટેશન પર ઉભી રહેશે ટ્રેન
આ ટ્રેન બંને દિશામાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. અને આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ હશે. જેથી શ્રદ્ધાળુઓ આરામથી મુસાફરી કરી શકશે.
આજથી શરુ થશે બુકિંગ
આ બે ટ્રેનોમાં મસાફરી કરવા માટે બુકિંગ આજથી એટલે કે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. તેમજ મુસાફરોએ વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.inની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચો : મહેસાણાની દૂધસાગર ડેરીની નવી પહેલ, ખેડૂતોને હવે ઘર બેઠા મળશે આ સુવિધા