કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

રેલવે: રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

Text To Speech
  • રાજકોટ ડિવિઝન રેલવે મેનેજરે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સાત કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા.

રાજકોટ, 09 ડિસેમ્બર: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓને રાજકોટ ડિવિઝન રેલવે મેનેજર અશ્વનીકુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબર-2023 મહિનામાં રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો:

  1. ભરત વી (પોઈન્ટ્સ મેન, વણી રોડ),
  2. દીપક શર્મા (લોકો પાઈલટ્સ ગુડ્સ, હાપા),
  3. અશોક કુમાર (ગેટ મેન, એન્જિનિયરિંગ ગેટ નંબર 24, લખતર),
  4. ગુરવિન્દર સિંઘ (ગેટ મેન, એન્જિનિયરિંગ ગેટ નંબર 75, પરા પીપલિયા),
  5. આર.કે. શર્મા (લોકો પાઈલટ્ ગુડ્સ, હાપા),
  6. નવઘન હીરા ગેટ મેન (એન્જિનિયરિંગ ગેટ નંબર 16, ભાસ્કરપરા),
  7. દિલરાજ મીના (સ્ટેશન માસ્તર, થાન).

તકેદારી અને સતર્કતા સાથે કામ કરીને, ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં ટ્રેનોમાં અસામાન્ય અવાજો જોવો, બોગીના બીમ પર તિરાડ જોવી, સ્પાર્કિંગ જોવું, ધુમાડો જોવો, લટકતા ભાગો અને બ્રેક બ્લોક જામની નોંધ લેવી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમની સતર્કતાને કારણે સંભવિત અકસ્માતો ટળી ગયા હતા.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર.મીના, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર રમેશ ચંદ મીણા, સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (સંકલન) ઈન્દ્રજીત સિંઘ અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં આપઘાત કરતાં પહેલાં પોસ્ટ લખનારને સાયબર ક્રાઈમે કેવી રીતે બચાવ્યા?

Back to top button