- મુસાફરોને આર-વોલેટ રિચાર્જ પર 3% બોનસ મળશે
- ઘરેથી યૂટીએસ પર કરી શકાશે ટિકિટ બુક
HDNEWS ડેસ્ક, 9 મે 2024, મુસાફરોની સુવિધા વધારવા અને મુસાફરો માટે ટિકિટ બુકિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, ભારતીય રેલવેએ હવે ‘યૂટીએસ ઑન મોબાઇલ એપ’ પર જિયો-ફેન્સિંગ પ્રતિબંધોની બાહ્ય મર્યાદા દૂર કરી છે. આ ત્રણ ‘સી’ ડિજિટલાઇઝેશન પહેલનો એક ભાગ છે જેનો હેતુ કોન્ટેક્ટલેસ ટિકિટિંગ, કેશલેસ વ્યવહારો અને ટિકિટ બુક કરતી વખતે ગ્રાહકની સુવિધા અને અનુભવને પ્રોત્સાહન આપવાનો છે.
જાણો યુટીએસ ઓન મોબાઈલ એપ ઉપયોગ કરવાના ફાયદા
યૂટીએસઑન મોબાઈલ એપ પશ્ચિમ રેલવેના ગૈર-ઉપનગરીય અને ઉપનગરીય ખંડ પર ઉપલબ્ધ છે. ટિકિટ મેળવવાની આ પદ્ધતિ રેલવે મુસાફરોમાં ખૂબ જ લોકપ્રિય બની છે અને વધુને વધુ લોકો આ મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે એપ દ્વારા ટિકિટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ, મોબાઈલ એપ પર યૂટીએસ લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ ડિજિટલ ટિકિટિંગ મોડને પ્રોત્સાહિત કરવાનો, સેલ્ફ ટિકિટિંગ પ્રોત્સાહન આપવાનો અને એ સુનિશ્ચિત કરવાનો છે કે મુસાફરો લાંબી લાઈનોમાં ઊભા રહેવાની મુશ્કેલીનો સામનો કર્યા વિના ટિકિટ ખરીદી શકે. તાજેતરમાં, રેલવેએ અંતર પ્રતિબંધમાં ફેરફાર કર્યો છે અને હવે મોબાઇલ એપ્લિકેશન ઓન યુટીએસ પર જીઓ-ફેન્સિંગ પ્રતિબંધની બાહ્ય મર્યાદા દૂર કરી છે. જિયો-ફેન્સિંગની બાહ્ય મર્યાદા દૂર કર્યા પછી, મુસાફરો હવે ઘરે બેસીને કોઈપણ સ્થળેથી કોઈપણ ગંતવ્ય સ્થાનની ટિકિટ બુક કરી શકશે. જો કે, મુસાફરોએ ટિકિટ બુક કર્યાના એક કલાકની અંદર સબબર્ન સોર્સ સ્ટેશનથી તથા નોન-સબર્બન ટ્રેનોના કિસ્સામાં, વ્યક્તિએ ત્રણ કલાકની અંદર ટ્રેન પકડવી પડશે. યુટીએસ ઓન મોબાઈલ એપનો ઉપયોગ કરવાનો એક વધારાનો ફાયદો એ છે કે મુસાફરોને આર-વોલેટ રિચાર્જ પર 3% બોનસ મળશે.
પશ્ચિમ રેલવેએ આધુનિક ટિકિટિંગ મોડ્સના ઉપયોગને લોકપ્રિય બનાવવા લીધાં પગલાં
પશ્ચિમ રેલવે તેના આદરણીય ગ્રાહકોને મોબાઈલ ટિકિટિંગ એપ પર યુટીએસના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેના ઉપયોગ સાથે સંકળાયેલા લાભોનો લાભ લેવા વિનંતી કરે છે. પશ્ચિમ રેલવેએ આધુનિક ટિકિટિંગ મોડ્સના ઉપયોગને લોકપ્રિય બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે અને આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશે. આ સંદર્ભે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વના રેલવે સ્ટેશનો પર વિવિધ પ્રચાર અભિયાનો યોજવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ મુસાફરોમાં રસ પેદા કરવા, મોબાઇલ એપ્લિકેશન પર યુટીએસની સુવિધાઓ અને લાભો વિશે જાગૃતિ લાવવા અને મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન પર યુટીએસના ફાયદાઓ વિશે યુવાનો સુધી પહોંચડવા માટે ક્રિએટિવ અને ઇન્ફોટેનમેન્ટ આધારિત વેબકાર્ડ પોસ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો..તો પ્લેટફોર્મ પર ટીટી દોડીને આવશે તમારી પાસે, રાત્રે ટોર્ચ પણ બતાવશે, જાણો રેલવેનો નિયમ