ગુજરાત

રેલવેએ સુવિધામાં કર્યો વધારો: બોટાદ-ગાંધીગ્રામ બ્રોડગેજ રૂટ પર અમદાવાદ માટે વધારાની ટ્રેન

Text To Speech
  • અમદાવાદ આવવા માટે વધુ ટ્રેનને દોડતી કરાઈ.

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનના ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ગાંધીગ્રામ સુધી વધારાની ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 18.30 કલાકે બાંદ્રા માટે સુપરફાસ્ટ ટ્રેન રવાના થાય છે જે અમદાવાદ એટલે કે કાલુપુર સ્ટેશને 23.40 કલાકે પહોંચે છે.

આ પણ વાંચો: દેશ છોડવાની તૈયારીમાં 6500 અતિ સમૃદ્ધ ભારતીય: રિપોર્ટ

બોટાદથી ગાંધીગ્રામ વચ્ચેના પ્રવાસીઓને લાભ:

બોટાદથી ગાંધીગ્રામ વચ્ચેના પ્રવાસીઓ જેઓ બાંદ્રા ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોય તેઓ આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે, જેનાથી ભાવનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાના મુસાફરોને ફાયદો થાય છે. જે રેલવે મુસાફરો વડોદરા, સુરત, વાપી, બોરીવલી, દાદર, બાંદ્રા, બક્સર, આરા, દાનાપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, બરૌની, પટના, આસનસોલ, રતલામ, ઉજ્જૈન, વારાણસી વગેરે સ્ટેશનો તરફ મુસાફરી કરવા માંગતા હોય તેઓ આ ટ્રેન દ્વારા અમદાવાદ જઈ શકે છે.

અમદાવાદ પહોંચ્યા પછી તમારી આગળની મુસાફરી કરી શકો છો એટલે કે કાલુપુર (અમદાવાદ) સ્ટેશનથી તમારી આગળની ટ્રેન પકડી શકો છો. ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશને પહોંચે છે. તેવી જ રીતે, પરત દિશામાં, ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સ્પેશિયલ ટ્રેન (09215) ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે.

આ પણ વાંચો: ખેડા જિલ્લા માટે જાહેર કરાયો ઈમરજન્સી નંબર; કલેકટર શિવાની ગોયલે કહ્યું- અફવાઓથી રહેજો દૂર

Back to top button