ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

રામ ભક્તોને રેલવેની ભેટ: દેશના ખૂણે-ખૂણેથી અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન દોડશે, જૂઓ લિસ્ટ

Text To Speech
  • દેશના ખૂણે – ખૂણેથી 1 ફેબ્રુઆરી, 2024થી દોડશે આસ્થા સ્પેશિયલ ટ્રેનો

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પછી તારીખ 23 જાન્યુઆરીથી સામન્ય ભક્તો માટે રામ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું, ત્યારે લાખો રામ ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા અને અત્યારે પણ લાખો ભક્તો રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવેએ અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનો શરુ કરવા જઈ રહી છે.

રેલવે મંત્રાલયે માહિતી આપી:

રેલવે મંત્રાલયના એક સૂત્રએ કહ્યું કે નવા પ્રસ્તાવ હેઠળ, આસ્થા ટ્રેનો 1 ફેબ્રુઆરી, 2024 થી દોડવાની છે. પહેલા બે દિવસમાં લગભગ 5 લાખ લોકોએ રામ મંદિરના દર્શન કર્યા છે. આ ટ્રેન માત્ર સ્લીપર કોચ ટ્રેન હશે, તમામ કોચ નોન એસી અને સ્લીપર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટિકિટના ભાવમાં શાકાહારી ભોજન, ધાબળા અને તકિયા આપવામાં આવશે.

આસ્થા ટ્રેનો કયા સ્ટેશનેથી શરુ થશે? અહીં યાદી જુઓ:

ગુજરાત

  • ઉધના-અયોધ્યા-ઉધના
  • મહેસાણા – સાલારપુર – મહેસાણા
  • વાપી-અયોધ્યા-વાપી
  • વડોદરા-અયોધ્યા-વડોદરા
  • પાલનપુર- સાલારપુર – પાલનપુર
  • વલસાડ-અયોધ્યા-વલસાડ
  • સાબરમતી – સાલારપુર – સાબરમતી

દિલ્હીના દરેક મુખ્ય સ્ટેશનોએથી આસ્થા વિશેષ ટ્રેન દોડશે

  • નવી દિલ્હી
  • આનંદ વિહાર
  • નિઝામુદ્દીન
  • OLD દિલ્હી રેલવે સ્ટેશન

દક્ષિણ ભારતના રેલવે સ્ટેશનો

  • કોઈમ્બતુર
  • પલ્લાક્કડ
  • મદુરાઈ
  • કન્યાકુમારી
  • સાલેમ

મધ્ય પ્રદેશ

  • ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર
  • બીના-અયોધ્યા
  • ભોપાલ-અયોધ્યા
  • જબલપુર-અયોધ્યા

મહારાષ્ટ્ર

  • મુંબઈ-અયોધ્યા
  • નાગપુર-અયોધ્યા
  • પુણે-અયોધ્યા
  • વર્ધા-અયોધ્યા
  • જાલના-અયોધ્યા

તેલંગાણા

  • સિકંદરાબાદ
  • કાંજીપેઠ
  • હૈદરાબાદ
  • ઉત્તર પૂર્વથી 5 રૂટ- આસામ/ગુવાહાટી

ગોવા

  • 1 ટ્રેન

આ પણ વાંચો: 2.5 લાખથી વધુ ભક્તોએ કર્યા રામલલાના દર્શન, પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું થયું દાન

Back to top button