પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને રેલ્વેની ભેટ, દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડનારી ટ્રેન હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે
અમદાવાદમાં 15 ડિસેમ્બરથી શરુ થયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મોહત્સવની ભવ્ય ઉજવણી 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. 200 એકરમાં ફેલાયેલા આ પ્રમુખસ્વામીનગરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે. ત્યારે ભારત સરકારના રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના મંત્રી અશ્વિની વૈષ્ણવ શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા હતા. ત્યારે અશ્વિની વૈષ્ણવે પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામીના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો : કુલપતિ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં નવા ચાર ટ્રસ્ટીઓની નિમણુંક કરી
ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસને ‘અક્ષરધામ એક્સપ્રેસ’ તરીકે ઓળખવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં અનેક નેતાઓ અને મોટી- મોટી હસ્તીઓ અહીં મુલાકાત લઈ રહ્યી છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા. તેમણે મુલાકાત બાદ સભાને પણ સંબોધિત કરી હતી.
અશ્વિની વૈષ્ણવનું સંબોધન
વૈષ્ણવે જણાવ્યું કે, શતાબ્દી મહોત્સવમાં આવવું એ મારા માટે સૌભાગ્યની બાબત છે. બીએપીએસના તમામ ભક્તો આ દુનિયામાં સેવા ભાવ સાથે આગળ વધી કામ કરી રહ્યા છે. જે પ્રકારના સમર્પણથી કામ કરી રહ્યા છે તે જોઇને હું ખુબ જ આશ્ચર્યચકિત થયો છું. મને મહંત સ્વામીના દર્શન કરવાની તક મળી માટે હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું.
આ પણ વાંચો : ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12 ની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ, કાર્યક્રમ જાહેર
ભારત સરકાર દ્વારા આ સમારોહના ભેટ
જે સેવાભાવનાથી ભક્તો સેવા કરી રહ્યા છે તેમને ભારત સરકાર તરફથી એક નાનકડી ભેટ છે અક્ષરધામ એક્સપ્રેસ.