ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં ધુમ્મસને કારણે રેલવે અને ફ્લાઇટો ખોરવાઈ

  • ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી તો ફ્લાઇટ સેવાને પહોંચી અસર
  • રેલવે અને ફ્લાઇટ સેવા ખોરવાતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો

નવી દિલ્હી, 29 ડિસેમ્બર : દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ગાઢ ધુમ્મસને કારણે આજે પણ ટ્રેન અને ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ છે. સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. ફ્લાઈટ સેવાને પણ ખોરવાઇ ગઈ છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી રેલ્વે સ્ટેશન પર એક મુસાફરે કહ્યું કે, મારે આસામ જવું હતું પરંતુ અહીં આવ્યા પછી મને ખબર પડી કે મારી ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. રદ કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. મને કહેવામાં આવ્યું છે કે, આવતીકાલે ટ્રેન જશે.

ટ્રેનો અને ફ્લાઇટ સેવા ખોરવાઇ જતા મુસાફરોને પહોંચી હાલાકી  

અન્ય એક મુસાફર પ્રશાંતે કહ્યું, “આ વખતે ટ્રેન ખૂબ મોડી આવી. મારી ટ્રેન દીનદયાલ ઉપાધ્યાય સ્ટેશને પહોંચી ત્યારથી ધીમી ચાલી રહી હતી. ટ્રેન ગુરુવારે 3:30 વાગ્યે પહોંચવાની હતી પરંતુ તે રાત્રે 12:30 વાગ્યે આવી. તેથી હું રાત્રે અહીં રોકાયો. અહીં મુસાફરો માટે સ્ટોપિંગની કોઈ સુવિધા નથી. ટ્રેન 8 કલાકથી વધુ મોડી પડી.

 

 

દિલ્હી એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટ્સ મોડી પડી

તે જ સમયે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સમાં પણ વિલંબ થયો છે. એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે IGI એરપોર્ટ પર ધુમ્મસની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગાઢ ધુમ્મસમાં આજે સવારે સૌથી ઓછી દૃશ્યતા 150 મીટર હતી અને રનવે વિઝ્યુઅલ રેન્જ (RVR) 400 મીટરથી 800 મીટરની વચ્ચે હતી.

 

ફ્લાઇટ કેટલાંક કલાકો મોડી પડી

ફ્લાઇટના વિલંબ પર એક મુસાફર કહ્યું કે, મારી ફ્લાઇટ લગભગ 3 કલાક મોડી પડી છે. અમારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપવાની હતી પરંતુ આ વિલંબને કારણે અમે તેમાં હાજર રહી શકાયું નહીં. ફ્લાઇટમાં વિલંબને કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

એડવાઈઝરી જાહેર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી ગુરુવારે પણ ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને દિલ્હી આવતી 22 ટ્રેનો સમય કરતાં મોડી થઈ હતી. ગાઢ ધુમ્મસને ધ્યાનમાં રાખીને એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ડ્રાઇવરોને ‘ફોગ લાઇટ્સ’નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે અને મુસાફરોને ફ્લાઇટ્સ, ટ્રેનો અને રાજ્ય પરિવહન બસોના સમય વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ જુઓ :મુંબઈ: કેન્યાની મહિલા પ્રવાસી પાસેથી રૂ.૧૪ કરોડની ડ્રગ્સ પકડાઈ

Back to top button