નેશનલ

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારાઓને રેલવેની ચેતાવણી, હવે આટલા વર્ષની સજા ભોગવવી પડશે

Text To Speech

ભારતમાં વંદે ભારત એક્સપ્રેસની શરુઆત થતા મુસાફરો માટે મુસાફરી ખૂબ જ સરળ અને આરામદાયક બની ગઈ છે. પરંતું વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી પથ્થરમારાની ઘટનાઓ પણ વધી રહી છે. ત્યારે આ અંગે દક્ષિણ મધ્ય રેલવેએ મંગળવારે (28 માર્ચ 2023) ચેતવણી આપી છે કે હવે વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારો કરનારા લોકોને પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.

ટ્રેન પર પથ્થરમારો કરનારાઓને 5 વર્ષની જેલની સજા

મહતવનું છે કે છેલ્લા કેટલાક સમયથી વંદે ભારત પર ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે હવે આ ઘટનાઓને જોતા ટ્રેન પર પથ્થરમારો કરનારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાઉથ સેન્ટ્રલ રેલવેના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પથ્થરમારાની 9 ઘટનાઓ બની છે.ત્યારે આવી ઘટનાઓમે અંજામ આપનારાઓની સામે સજાની જાહેરાત કરવામા આવી છે.ટ્રેન પર પથ્થરમારો કરનારાઓને 5 વર્ષની જેલની સજા કરવાની જાહેરાત કરવામા આવી છે.

વંદે ભારત ટ્રેન-humdekhengenews

રેલવે એક્ટની કલમ 153 હેઠળ થશે કાર્યવાહી

સાઉથ સેન્ટ્રલ રેલ્વે (SCR) એ એક પ્રેસ રીલીઝમાં કહ્યું કે ટ્રેનો પર પથ્થરમારો કરવો એ ગુનો છે. જે માટે રેલવે એક્ટની કલમ 153 હેઠળ અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. તાજેતરમાં તેલંગાણામાં વિવિધ સ્થળોએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ રેલવેએ આ ચેતવણી આપી છે.

પથ્થરમારાની 9 ઘટનાઓ સામે આવી

અખબારી યાદીમાં દક્ષિણ મધ્ય રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના ભૂતકાળમાં અસામાજિક તત્વો દ્વારા વંદે ભારત ટ્રેનોને નિશાન બનાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પથ્થરમારાની 9 ઘટનાઓ સામે આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવા માટે અનેક કેસ નોંધ્યા બાદ અત્યાર સુધીમાં 39 ગુનેગારોની ધરપકડ કરી છે. પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પણ સામેલ હતા. એસસીઆરએ કહ્યું કે તેથી સમાજના દરેક માતા-પિતા, શિક્ષક અને વડીલોની જવાબદારી છે કે તેઓ તેમના બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માટે તેમને સારું શિક્ષણ આપે.

આ પણ વાંચો : અમદાવાદમાં IPL મેચ દરમિયાન આ રસ્તા રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Back to top button