- અમદાવાદ ડિવિઝનની કચ્છને સાંકળતી 33 થી વધુ ટ્રેનો રદ
- કંડલા-મુન્દ્રા બંદરેથી કાર્ગો તેમજ પ્રવાસીઓનું પરિવહન અટક્યું
- આગોતરી જાણ વિના 4 દિવસ રેલ વ્યવહાર બંધ રહ્યો છે
બિપોરજોય વાવાઝોડાને કારણે દૈનિક રૂ.10 કરોડની આવક રેલવે તંત્રે ગુમાવી છે. આગોતરી જાણ વિના ચાર દિવસ રેલ વ્યવહાર બંધ રહેતાં કરોડોનું નુકસાન થયુ છે. વાવાઝોડા સંબંધે રેલવે તંત્રના નિર્ણયની ચોતરફ ટીકા થઇ છે. કંડલા-મુન્દ્રા બંદરેથી કાર્ગો તેમજ પ્રવાસીઓનું પરિવહન રઝડી પડયું છે. તથા દૈનિક રૂ.10 કરોડની આવક રેલવે તંત્રે ગુમાવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યુ અને આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ
મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે
બિપોરજોય વાવાઝોડું માંડવી અથવા તો જખૌના દરિયા કિનારે લેન્ડફોલ થાય તેના ચારેક દિવસ પહેલાં રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની કચ્છને સાંકળતી 33 થી વધુ ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જેના કારણે સેંકડો પ્રવાસીઓ અટવાઇ ગયા છે. આ ઉપરાંત કંડલા અને મુન્દ્રા બંદરેથી લાખો ટન કાર્ગો પણ વહન થાય છે, તે પણ બંધ રહેવાથી મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની આફટર અસરોને પહોંચી વળવા જુઓ શું છે તૈયારી
પોતાના પર કોઇ જવાબદારી ન આવે તે માટે ટ્રેન બંધ કરી
વાવાઝોડાને લઇને રેલવેના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી, જેમાં વાવાઝોડાના કારણે કોઇ નુકસાન થાય અને પોતાના પર કોઇ જવાબદારી ન આવે તે માટે ટ્રેન બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ટ્રેન બંધ કરવી હોય તો તે માટે પ્રોટોકોલ હોય છે, જેમાં સ્પષ્ટપણે દર્શાવાયેલું છે કે, પવનની સ્પીડ ક્યારે, કેટલી હોય ? ત્યારે ટ્રેન કેવી રીતે ચલાવવી. જોકે, તેમ છતાં સંભવિત વાવાઝોડું કચ્છ લેન્ડફોલ થાય તેના ચાર દિવસ પહેલાં જ ટ્રેન બંધ કરવાનો નિર્ણય યોગ્ય નહીં હોવાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ વેપારીઓના લગભગ રૂ.5,000 કરોડના વ્યવહારો અટકાવ્યા
જોકે, કોઇપણ પ્રકારની આગોતરી સૂચના આપ્યા વિના રેલવે તંત્ર દ્વારા પરિવહન બંધ રાખવાનો નિર્ણય કરાતાં પ્રવાસીઓમાં નારાજગી પ્રસરી છે. અમદાવાદ ડિવિઝનમાં અંદાજિત અઢી હજારથી પણ વધારે વેગન દ્વારા કાર્ગોનું હેન્ડલિંગ થાય છે અને દૈનિક રૂ.10 કરોડની આવક રેલવે તંત્રે ગુમાવી છે.