મુંબઈ (મહારાષ્ટ્ર), 01 ફેબ્રુઆરી: બજેટના દિવસે આજે શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રેલવેના શેયર્સમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. IRFC, RVNL અને IRCTCના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે IRCON શેર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી 50 આજે લીલા નિશાન પર ખુલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો.
રેલવેના આ શેયર્સમાં તેજી દેખાઈ
ઈન્ડિયન રેલવે ફાયનાન્સ કોર્પોરેશન (IRFC શેર પ્રાઈસ)ના શેરમાં 3%નો ઉછાળો નોંધાયો હતો અને શેર દીઠ રૂ. 180.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ શેરે એક મહિનામાં 77%થી વધુ રિટર્ન આપ્યું છે. રેલ વિકાસ નિગમ (RVNL શેર પ્રાઈસ)ના શેરમાં આજે 2.22%નો વધારો જોવા મળી રહ્યો છે, જે શેર દીઠ રૂ. 315 પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, આ શેરે એક મહિનામાં 71% વળતર આપ્યું છે. IRCTCના શેરની કિંમત 1% વઘીને રૂ. 986 પ્રતિ શેર પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેરે એક મહિનામાં રોકાણકારોને 10% રિટર્ન આપ્યું છે.
બીજી તરફ રેલવેના બીજા સ્ટૉક્સની વાત કરીએ તો, ઇરકૉન ઇન્ટરનેશનલના શેયર્સમાં સામાન્ય તેજી જોવા મળી હતી. હાલમાં ઇરકૉન ઇન્ટરનેશનલના શેર 239 રૂપિયા પ્રતિ શેર પર કારોબાર કરી રહ્યા છે. છેલ્લા એક મહિના દરમિયાન આ સ્ટૉકે 35%થી વધુ રિટર્ન આપ્યું છે.
આજે લીલા નિશાન સાથે માર્કેટ ખુલ્યું
સેન્સેક્સ અને નિફ્ટી 50 આજે લીલા નિશાન પર ખુલ્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઘટાડો જોવા મળ્યો હતો. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 121.37 પોઈન્ટ વધીને 71,873.48ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. BSEના 14 શેરમાં વધારો થયો હતો, જ્યારે 16 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી 50ની વાત કરીએ તો તે 21 પોઈન્ટના ઉછાળા બાદ 21,747.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. NSEના 1,152 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 1,050 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: LIVE BUDGET 2024 : બજેટના મુખ્ય મુદ્દા, જાણો યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને શું મળ્યું