રેલવેના મુસાફરો માટે સારા સમાચાર મળી રહ્યા છે. રેલમંત્રીએ સિનિયર સિટીઝનના ભાડાને લઇને મોટી જાહેરાત કરી છે. જેમાં ટ્રેનમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મળતી છૂટછાટને ફરી ચાલુ કરવા જઇ રહી છે. સાથે જ પાત્રતા માપદંડમાં પણ ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી છે. જેથી સિનિયર સિટીઝનને ટૂંક સમયમાં રેલવે ભાડામા મોટી રાહત મળી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રેલવે વિભાગ દ્વારા તોજેતરમાં જ એક મોટી જાહેરત કરવામાં આવી છે. જેમાં રેલવેમાં મુસાફરી કરતા સિનિયર સિટીઝનને મળતી છૂટછાટને ફરી ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડ સીનિયર સિટીઝન માટે ઉંમર મર્યાદામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
અમુક કેટેગરી માટે મર્યાદિત
રેલવે ચાર પ્રકારની વિકલાંગ શ્રેણીઓ અને 11 પ્રકારના દર્દીઓ અને વિદ્યાર્થીઓને રાહતદરે ટ્રેન ટિકિટ આપતી હતી પરંતુ હવે ટિકિટ પર મળતી રાહતને ફક્ત અમુક કેટેગરી માટે જ મર્યાદિત રાખવામાં આવશે, તેવી પણ જાહેરાત કરવાામાં આવી છે.
ટૂંક સમયમાં જ મળશે લાભ
રેલવે વિભાગની આપેલ જાણકારી અનુસાર સિનિયર સિટિઝનને છૂટ આપવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનને અનામત ચાલુ રાખતા આ છૂટનો ખર્ચો ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે. હાલમાં આ માટે કોઇ નિયમ કે શરતો નક્કી કરી નથી પરંતું ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
જાણો કેટલું મળશે ડિસ્કાઉન્ડ
રેલવે વિભાગે આપેલી જાણકારી અનુસાર ટ્રેનમાં મુસાફરી કરનારા નાગરિકોને ભાડા પર લગભગ 53 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે, તેની સાથે જ દિવ્યાંગજન, વિદ્યાર્થીઓ અને દર્દીઓને આ છૂટ ઉપરાંત અન્ય કેટલીય રાહતો મળે છે.
અગાઉ રેલ ભાડામાં ડિસ્કાઉન્ટ હતું
તમને જણાવી દઈએ કે, માર્ચ 2020 પહેલા રેલ્વે વરિષ્ઠ નાગરિકોના મામલામાં તમામ વર્ગોમાં રેલ્વેમાં મુસાફરી કરવા માટે મહિલાઓને 50 ટકા અને પુરૂષોને 40 ટકા ડિસ્કાઉન્ટ આપતું હતું. રેલવે દ્વારા આ છૂટછાટ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા વૃદ્ધ મહિલાઓ માટે 58 અને પુરુષો માટે 60 વર્ષ હતી. પરંતુ કોરોના કાળમાં રેલવેની આવકમાં ઘટાડો થતા આ તમામ છૂટછાટને બંધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ટૂંક સમયમાં જોવા મળશે વિશ્વસ્તરનું રેલવે સ્ટેશન, સોમનાથ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશનમાં પરિવર્તિત કરાશે