ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રેલ્વે સ્ટેશનોનું નવીનીકરણ થશે પણ ભાડું વધશે નહીંઃ રેલ્વે મંત્રી

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ ભારતીય રેલ્વેને સુધારવા માટે સ્ટેશનોના પુનર્વિકાસ હેઠળ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 508 રેલ્વે સ્ટેશનોનો શિલાન્યાસ કર્યો. આ સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે જોડવામાં આવશે. જોકે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખાતરી આપી છે કે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે રેલવે ભાડામાં વધારો થશે નહીં. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવેના પુનર્વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 25,000 કરોડની જરૂર પડશે અને વર્તમાન રેલવે બજેટ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવશે.

ભાડું વધશે નહીંઃ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પીએમ મોદી સામાન્ય લોકોના જીવનધોરણને સુધારવા માટે કામ કરી રહ્યા છે અને રેલ્વે સ્ટેશનોનો પુનઃવિકાસ આ શ્રેણીમાં એક પગલું છે. અમે દેશના લોકોને કોઈ વધારાના બોજ વગર વર્લ્ડ ક્લાસ સ્ટેશનની સુવિધા આપવા માંગીએ છીએ. રેલ્વે મંત્રીએ એમ પણ કહ્યું કે અમે ન તો રેલ ભાડામાં વધારો કરી રહ્યા છીએ અને ન તો રેલ્વે રીડેવલપમેન્ટ ફી જેવી કોઈ ફી લાદી રહ્યા છીએ.

પુનઃવિકાસ કરવાની યોજનાઃ રેલ્વેએ દેશના લગભગ 1300 મોટા સ્ટેશનોને ‘અમૃત ભારત સ્ટેશન’ તરીકે પુનઃવિકાસ કરવાની યોજના બનાવી છે. રવિવારે વડાપ્રધાન મોદીએ તેમાંથી 508 અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં લગભગ રૂ. 4,000 કરોડના ખર્ચે આવા 55 સ્ટેશનો, મધ્યપ્રદેશમાં આશરે રૂ. 1,000 કરોડના ખર્ચે 34 સ્ટેશનો અને રૂ. 1,500 કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનો વિકસાવવામાં આવશે. આ સાથે ગુજરાતના 21 સ્ટેશનનોની કાયાપલટ થશે. આ સિવાય તમિલનાડુ, કર્ણાટક અને કેરળ સહિત અનેક રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Amrit Bharat Station Scheme: PMના વિપક્ષ પર પ્રહાર કહ્યું, ન તો કંઈ કરશે અને ન કરવા દેશે

Back to top button