કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રેલવેઃ ભાવનગર ડિવિઝનના આઠ કર્મચારી ડીઆરએમ એવોર્ડથી સન્માનિત

Text To Speech

ભાવનગર, 10 જાન્યુઆરી, 2024: ભાવનગર ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવેની કાર્ય પ્રણાલીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડ (DRM Award)થી સન્માનિત કરવામાં આવ્યા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડીઆરએમ રવીશ કુમારે તેઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું.

રેલવે: રાજકોટ ડિવિઝનના સાત કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન

આ અંગે માહિતી આપતા ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આ કર્મચારીઓને નવેમ્બર-2023 મહિનામાં રેલવે સંરક્ષણ અને પ્રબંધનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર શ્રી અભિનવ જેફ ઉપસ્થિત રહ્યા હતા.

રેલવેઃ ભાવનગર ડિવિઝનના પાંચ કર્મચારીઓ સેફ્ટી એવોર્ડથી સન્માનિત

એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ કેશવાનંદ ઝા (CTNL/ભાવનગર મંડલ), ઉમેશ કુમાર (ટ્રાફિક ઈન્સ્પેક્ટર-ભાવનગર પરા), પારસ કિરણભાઈ પુરોહિત (કાંટેવાલા-જૂનાગઢ જં.), સત્યેન્દ્ર પ્રસાદ (ટ્રાફિક નિરીક્ષક-અમરેલી), હિતેશ એમ. સરવૈયા (કાંટેવાલા-નિંગાળા), ઘનશ્યામ સી. (કાંટેવાલા-લાઠીદડ), શાંતિલાલ એમ. (કાંટેવાલા-બોટાદ) અને ચંદ્રપ્રકાશ સિંહા (કાંટેવાલા-ઢસા જં.).

ઉપરોક્ત રેલવે કર્મચારીઓએ સતર્કતા અને તકેદારી સાથે કામ કરીને, સંભવિત રેલવે અકસ્માતો અટકાવવામાં અને કાર્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આમાં ટ્રેન પ્રબંધન પ્રણાલીમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવી, સતત સ્પાર્કિંગની નોંધ લેવી, અતિરિક્ત ખર્ચને ઘણી હદ સુધી નિયંત્રિત કરવો અને હૈંગિંગ પાર્ટને નોટિસ કરવા વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ 10થી 18 જાન્યુઆરી દરમિયાન સ્ટાર્ટઅપ સપ્તાહનું આયોજન

Back to top button