રેલવેઃ રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 30 જૂન સુધી રેલ વ્યવહારને અસર
- જાણો અહીં કેટલી ટ્રેન રદ કરવામાં આવી અને કેટલી ડાયવર્ટ થઈ?
રાજકોટ, 23 જૂનઃ રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલા છે, જેના કારણે 30 જૂન, 2024 સુધી રેલ વ્યવહારને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી 24.06.2024 થી 29.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી 25.06.2024 થી 30.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
• ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 24.06.2024 થી 30.06.2024 સુધી રદ.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 23.06.2024 થી 29.06.2024 સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ 23.06.2024 થી 29.06.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ 24.06.2024 થી 30.06.2024 સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 23.06.2024 ના રોજ બરૌની થી દોડતી ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સ્પેશિયલ બરૌનીથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 28.06.2024 ના રોજ, ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ સુરેન્દ્રનગરથી બરૌની સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 24.06.2024 ના રોજ રેવાથી દોડતી ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ એક્સપ્રેસ રેવાથી સુરેન્દ્રનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 27.06.2024 ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી દિલ્હી સરાય રોહિલ્લા સુધી દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 28.06.2024 ના રોજ દિલ્લી સરાય રોહિલ્લા થી ચાલતી ટ્રેન નંબર 20914 દિલ્હી સરાય રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ દિલ્હી સરાય રોહિલ્લા થી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 25.06.2024 ના રોજ જડચેરલાથી દોડતી ટ્રેન નંબર 09576 જડચેરલા-રાજકોટ સ્પેશિયલ જાડચેરલાથી વાંકાનેર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 24.06.2024 અને 25.06.2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ સિકંદરાબાદથી વાંકાનેર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન વાંકાનેર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 26.06.2024 અને 27.06.2024ના રોજ રાજકોટથી ચાલતી ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ વાંકાનેરથી સિકંદરાબાદ દોડશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-વાંકાનેર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 10.06.2024 થી 28.06.2024 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 11.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 24.06.2024 અને 27.06.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• 25.06.2024 અને 28.06.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 09.06.2024 થી 28.06.2024 સુધી વડોદરાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
• ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 10.06.2024 થી 29.06.2024 સુધી સુરેન્દ્રનગરથી વડોદરા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડ્યુલ કરેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 25.06.2024 થી 28.06.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમય થી 5 કલાક અને 45 મિનિટ મોડી એટ્લે કે 02.00 વાગ્યે ઉપડશે.
• ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસને 25.06.2024 થી 28.06.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવેલી છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી 3 કલાક અને 55 મિનિટ મોડી એટ્લે કે 03.00 વાગ્યે ઉપડશે.
રીશેડ્યુલ કરેલી ટ્રેનો:
• ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ 2 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 12.35 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને 26.06.2024 ના રોજ વેરાવળ થી 1 કલાક 30 મિનિટ મોડી એટ્લે કે 13.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 16334 તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને 24.06.2024 ના રોજ તિરુવનંતપુરમ થી 6 કલાક મોડી એટલે કે 21.45 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 19320 ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને 25.06.2024ના રોજ ઈન્દોરથી 5 કલાક મોડી એટલે કે 26.06.2024ના રોજ 03.20 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
• ટ્રેન નંબર 11464 જબલપુર-વેરાવળ એક્સપ્રેસને 25.06.2024 ના રોજ જબલપુર થી 4 કલાક મોડી એટલે કે 18.00 કલાકે ઉપડવા માટે રીશેડ્યૂલ કરવામાં આવી છે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:
• 23.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.
• 24.06.2024 ના રોજ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ચાલતી ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-હાપા એક્સપ્રેસ માર્ગ માં 3 કલાક મોડી થશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.