નેશનલ

પંજાબમાં 3 ઓક્ટોબરે થશે રેલ રોકો આંદોલન, કિસાનો કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉતરશે મેદાને

Text To Speech

પંજાબમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ ફરી એકવાર 3 ઓક્ટોબરે ટ્રેન રોકવાની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે પંજાબ અને કેન્દ્રની સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે ગંભીરતા દાખવી રહી નથી. ખેડૂતોને રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડી છે. આ આંદોલનને સફળ બનાવવા માટે સંગઠને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં લગભગ બે ડઝન સ્થળોએ ખેડૂતો ટ્રેનોને રોકશે.

શું છે તેઓની માંગ ? શા માટે કરશે આંદોલન ?

મળતી માહિતી મુજબ, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના રાજ્ય મહાસચિવ સર્વનસિંહ પંઢેરે કહ્યું કે પંજાબના ખેડૂતો 3 ઓક્ટોબરે ત્રણ કલાક માટે રેલ સેવા બંધ કરશે. કેન્દ્ર સરકારના વિજળી સંબંધિત નોટિફિકેશન બાદ થોડા દિવસો પહેલા ખેડૂતોનો વિરોધ શરૂ થયો છે. આ અંતર્ગત સરકારે વીજળી વિતરણનું કામ ખાનગી હાથમાં આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકાર હવે વિજળી વિતરણનું કામ ખાનગી કંપનીઓને આપવા જઈ રહી છે. આ સાથે ખેડૂતોની અન્ય માંગણીઓ અને વધતી જતી મોંઘવારીનો પણ મુદ્દો હશે, એમ તેમણે જણાવ્યું હતું. પંઢેરે કહ્યું કે નોટિફિકેશન મુજબ ખાનગી કંપનીઓ વીજળીનું વિતરણ કરશે. રાજ્ય સરકારોને વીજળી વિતરણ કરવાનો અધિકાર છે, પરંતુ આ જાહેરનામું બહાર પાડીને કેન્દ્ર સરકાર પણ તેને પોતાના હાથમાં લઈ રહી છે અને કામ નજીકનાઓને આપી રહી છે. તેમણે કહ્યું કે રૂપિયો 81 રૂપિયા પ્રતિ ડૉલરની આસપાસ સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. ફેબ્રુઆરી 2022 થી અત્યાર સુધીનો તફાવત 6 રૂપિયાની આસપાસ છે પરંતુ તેની ખોટ આગામી દિવસોમાં જોવા મળશે. રૂપિયાના ઘટાડાને કારણે ખેતી કરવી મોંઘી થશે. બીજથી લઈને દવા મોંઘી થશે. તેલના ભાવ વધશે. તેનાથી મોંઘવારી વધશે અને સામાન્ય માણસને જ નુકસાન થશે.

Back to top button