ગુજરાત

ગુજરાતમાં GST વિભાગના 51 સ્થળોએ દરોડા, વેપારીઓમાં ફફડાટ

  • ડ્રાયફ્રૂટ્સની દુકાનોના વેપારીઓ પર ધોંસ બોલાવી
  • વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા
  • અગાઉ 50 લાખથી વધુની GST ચોરી સામે આવી હતી

ગુજરાતમાં GST વિભાગના 51 સ્થળોએ દરોડા પડ્યા છે. જેમાં વિવિધ વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં GSTની ટીમોનો ધમધમાટ થતા 20 કરોડની ટેક્સચોરી પકડી છે. સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રોપર્ટીના દસ્તાવેજની આવક જાણી રહેશો દંગ 

ડ્રાયફ્રૂટ્સની દુકાનોના વેપારીઓ પર ધોંસ બોલાવી

રાજ્યમાં જીએસટી વિભાગના દરોડા પડતાં જ અનેક વેપારીઓમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. તહેવારો દરમિયાન અન્ડર બિલિંગ સહિતના મુદ્દે મળેલી ફરિયાદના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં પણ વહેલી સવારથી જ સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ કેટલાક વેપારીઓ પર ત્રાટકી હતી. જેના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. શહેરના ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ સહિતના વિસ્તારોમાં આવેલી ડ્રાયફ્રૂટ્સની દુકાનોના વેપારીઓ પર ધોંસ બોલાવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં માવઠાથી મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું 

વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા

ઉલ્લેખનીય છે કે રાજ્ય GST ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં ડ્રાયફ્રૂટ્સનાં વેપારીઓને ત્યાં અચાનક રેડ પાડવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીના પગલે ડ્રાયફ્રૂટ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ તપાસમાં કેટલાક વેપારીઓ બિલ વગર માલનું વેચાણ કરતા હોવાનું અધિકારીઓની નજરે ચડવા પામ્યું હતું. જેથી આ વેપારીઓ વિરુદ્ધમાં હજુ પણ વધુ કરચોરી તપાસમાં બહાર આવે તેવી સંભાવનાઓ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો તથા APMC માટે આવી ગઈ નવી ગાઈડલાઈન

પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની GST ચોરી સામે આવી

ઇન્કમટેક્સ અને GST દ્વારા શહેરના મોટા વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેટ GSTના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર હાઈફાઈ હોટલ પર પણ દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારબાદ દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વ્યાપારીઓ પર સ્ટેટ GSTના અધિકારીઓએ સકંજો કસીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની GST ચોરી સામે આવી હતી.

Back to top button