રાહુલની લદ્દાખમાં બાઈક રાઈડ, જુઓ ‘હિરો’ને પણ ટક્કર મારે તેઓ રાઈડર લુક
- રાહુલ બાઇક દ્વારા પંગોગ પહોંચ્યા
- યાત્રાના ફોટા શેર કર્યા
- રાહુલે કહ્યું- મારા પિતા કહેતા હતા કે, તે દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંનું એક છે
રાહુલ ગાંધી હાલ લદ્દાખના પ્રવાસે છે. જેની તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સંપૂર્ણ સ્વેગ સાથે બાઇક ચલાવતા જોવા મળ્યા છે. રાહુલ ગાંધી પૂર્વી લદ્દાખમાં પેંગોંગ લેક જઇ રહ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પેંગોંગ તળાવ તેમના પિતા રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું જે તેને વિશ્વની સૌથી સુંદર જગ્યા કહેતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર,રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે છે. શનિવારે તે રાઇડર લુકમાં જોવા મળ્યા હતા. તેઓ લદ્દાખથી પેંગોંગ ત્સો લેક જવા રવાના થયા હતા. તેણે રસ્તાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફેસબુક પર લખ્યું- ‘પૈંગોગ ત્સોના માર્ગ પર. રાહુલે કહ્યું- મારા પિતા કહેતા, આ દુનિયાની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. રાહુલે પ્રવાસના પ્રથમ દિવસે શુક્રવારે સ્થાનિક યુવાનો સાથે એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના નેતાએ લેહમાં ફૂટબોલ મેચ પણ જોઈ હતી. રાહુલ શુક્રવારે કારગિલ મેમોરિયલ પણ ગયા હતા.
500 યુવાનો સાથે વાતચીત કરી
રાહુલ ગાંધીએ લદ્દાખની મુલાકાત દરમિયાન લેહમાં લગભગ 500 યુવાનો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસના સ્થાનિક એકમે જણાવ્યું કે, તેમણે યુવાનો સાથે 40 મિનિટ વિતાવી અને ભરચક ઓડિટોરિયમમાં યુવાનો સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. તેઓ બે દિવસના પ્રવાસ પર ગુરુવારે લેહ પહોંચ્યા હતા પરંતુ હવે તેઓ 25 ઓગસ્ટ સુધી સરહદી વિસ્તારના પ્રવાસ પર રહેશે.
કારગિલ મેમોરિયલની મુલાકાત લેશે રાહુલ ગાંધી
રાહુલ ગાંધી આ દરમિયાન કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે. જ્યાં તે ઓ યુવાનો સાથે વાતચીત કરશે. લેહમાં તેની ફૂટબોલ મેચ જોવાનો પણ પ્લાન છે. કોલેજના દિવસોમાં તે એક સારો ફૂટબોલર રહ્યો છે. રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ-કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લેશે. કારગિલ કાઉન્સિલની ચૂંટણી માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યું છે. કાઉન્સિલની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાવાની છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે, યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે જાહેરાત કરી