ગુજરાત

રાહુલે સિમબોક્સ મારફતે 1 કરોડ કમાઇને MPમાં 7 સ્પા સેન્ટર ખોલ્યા

ખાલિસ્તાનીઓના ધમકીના મેસેજ મોકલવા દેશમાં એક-બે નહીં પણ 100થી વધુ સિમબોક્સ સક્રિય છે. જેમાં MPમાંથી સિમબોક્સ ટેલિફોન એક્સચેન્જનું નેટવર્ક પકડાયું છતાં ધમકીના મેસેજ ચાલુ છે. તેમજ રાહુલે સિમબોક્સ મારફતે એક કરોડ કમાઇને MPમાં 7 સ્પા સેન્ટર ખોલ્યા છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી 23મી માર્ચે સુરત આવશે, જાણો શું છે કારણ 

ધ્યપ્રદેશમાંથી બે અને મહારાષ્ટ્રમાંથી એક એમ 3 આરોપીઓને દબોચ્યા

ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘ પન્નુની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હુમલાની ઓડિયો ક્લિપ વાઇરલ કરવા મામલે મધ્યપ્રદેશમાંથી બે અને મહારાષ્ટ્રમાંથી એક એમ 3 આરોપીઓને ઝડપી પાડીને 11 સિમબોકસ, 168 સિમકાર્ડ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સાઇબર ક્રાઇમે જપ્ત કર્યો છે. આમ છતાં, રાજ્ય તેમજ દેશમાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હુમલાની ધમકીના કોલ હજુ પણ આવી રહ્યા છે. જેના પગલે હવે સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ છે. જેને લઇને સુરક્ષા એજન્સીઓએ તપાસ કરતા સામે આવ્યું કે, એક બે નહીં પરંતુ 100થી વધુ સીમબોક્સ ઓપરેટ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા પકડાયા 

સાઇબર ક્રાઇમ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી

સુરક્ષા એજન્સીઓ દ્વારા આરોપીઓને દબોચી લેવા દોડધામ શરૂ કરી છે. બીજી તરફ, 3 આરોપીની પૂછપરછમાં વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ દુબઈથી પરત આવ્યા બાદ દેશમાં સિમબોક્સ સંચાલિત ટેલિફોન એક્સચેન્જ એક્ટિવ થયાનું તપાસમાં સામે આવ્યું છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંઘની ધમકી ક્લિપ વાઇરલ કરનાર મધ્યપ્રદેશના સતના – રિવા જિલ્લામાંથી રાહુલ અને નરેન્દ્રને સાઇબર ક્રાઇમે ઝડપી પાડીને 11 સિમબોક્સ કબ્જે કર્યા છે આ ઉપરાંત, સિમબોક્સ સેટઅપ કરવામાં મદદ કરનાર આરોપીને પૂનાથી જોગીન્દરને પણ ઝડપી પાડવામાં આવ્યો આવ્યો છે. હાલમાં ત્રણેય આરોપીઓ અંગે સાઇબર ક્રાઇમ તપાસ કરી રહ્યું છે ત્યાં જ ફરીથી ખાલિસ્તાની આતંકીઓ દ્વારા હુમલોની ધમકીભર્યા કોલ્સ લોકોને કરી રહ્યા છે. આ ધમકીભર્યા કોલ્સને ટ્રેસ કરવા માટે સાઇબર ક્રાઇમ સહિતની સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી છે, પરંતુ આરોપીઓનું ચોક્કસ લોકેશન મળી ન આવતા હવે સુરક્ષા એજન્સીઓપણ ગૂંચવણમાં મૂકાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: ખાલિસ્તાઓની ક્લિપના ધમકીભર્યા મેસેજ મોકલવાના કાવતરામાં થયા ખુલાસા

દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને મદદ કરીને તેમના મિશનમાં જોડી રહ્યા છે

સાઇબર ક્રાઇમના સૂત્રો મુજબ, અમૃતપાલ દુબઈથી પરત આવ્યા બાદ દેશમાં એક-બે નહીં પરંતુ 100થી વધુ સિમબોક્સ ઓપરેટ થયાનું સામે આવ્યું છે. આરોપીઓને દુબઈમાં સિમબોક્સ ઓપરેટની ટ્રેનિંગથી માંડીને તમામ વસ્તુઓ આતંકી સંગઠનો પૂરું પાડતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આતંકી ગુરપતવંતસિંઘ પન્નુ અને વારીસ પંજાબ દેના વડા અમૃતપાલ દુબઈમાં ખાલિસ્તાની સમર્થકોને મદદ કરીને તેમના મિશનમાં જોડી રહ્યા છે અને ખાલિસ્તાની નેટવર્ક ચલાવવા માટે દુબઈને એપી સેન્ટર બનાવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં 40 હજાર હેક્ટરથી વધુમાં પાક નિષ્ફળ જવાની ભીતિ

કોરોનાકાળ દરમિયાન રાહુલે દુબઇથી પરત આવ્યા બાદ નરેન્દ્રને પાર્ટનર બનાવ્યો

રાહુલ 2014થી લઇને 2021 સુધી અનેક વખત દુબઇ જઇને આતંકી સંગઠનો સાથે કામ કરીને આવ્યો છે. કોરોનાકાળ દરમ્યાન રાહુલ દુબઇથી પોતાના ઘરે પરત આવી ગયો હતો ત્યારે સ્કૂલનો મિત્ર નરેન્દ્ર કડિયા કામ કરતો હોવાની જાણ રાહુલને થઇ હતી. આથી રાહુલે એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા નરેન્દ્રને આપીને પોતાની સાથે કામ કરવા માટે તેને તૈયાર કર્યો હતો. 3 મહિના સુધી રાહુલે નરેન્દ્રને ટ્રેનિંગ આપી હોવાનું કબૂલ્યું છે.

રાહુલે સિમબોક્સ મારફતે એક કરોડ કમાઇને MPમાં 7 સ્પા સેન્ટર ખોલ્યા

સિમબોક્સની સર્વિસ આતંકી સંગઠનોને પ્રોવાઇડ કરીને મહિને લાખો રૂપિયા કમાતો હતો. એક વર્ષમાં રાહુલ એક કરોડથી વધુ કમાયો હતો. જેમાંથી તેણે નોર્થ ઇસ્ટની 15 જેટલી યુવતીઓ સાથે કરાર કરીને મધ્યપ્રદેશ બોલાવી હતી. સતના અને રિવા જિલ્લામાં 7 વૈભવી સ્પા રાહુલે ખોલ્યા હતા. આ પૈસાથી બન્નેએ બંગ્લો બનાવ્યો છે.

Back to top button