ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર માટે રાહુલ નાર્વેકરે ફાઈલ કર્યું નોમિનેશન, CM-DyCM રહ્યાં ઉપસ્થિત

Text To Speech
  • મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે, અજિત પવારની ઉપસ્થિતિ રહ્યા 

મુંબઈ, 8 ડિસેમ્બર: ભાજપ ધારાસભ્ય રાહુલ નાર્વેકરે આજે રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઇલ કર્યું છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે, અજિત પવારની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ચંદ્રકાંત પાટીલ અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

 

જો કે, મહાવિકાસ અઘાડી (MVA) દ્વારા હજુ સુધી આ પદ માટેના કોઈપણ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. સ્પીકર પદ માટે આવતીકાલે 9 ડિસેમ્બરે બપોરે ચૂંટણી યોજાશે.

MVA સભ્યોએ ધારાસભ્ય તરીકે લીધા શપથ 

મહાવિકાસ અઘાડી (MVA)ના સભ્યોએ નવી રચાયેલી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં EVMનો દુરુપયોગ થયો હોવાના આક્ષેપ સાથે તેમણે વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્રના પ્રથમ દિવસે (શનિવારે) શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ નાના પટોલે, વિજય વડેટ્ટીવાર અને અમિત દેશમુખ, NCP-SPના અમિત દેશમુખ અને શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરે સહિત કેટલાક ધારાસભ્યોએ આજે ​​ગૃહની કાર્યવાહી શરૂ થયા પછી તરત જ શપથ લીધા હતા.

આ પણ જૂઓ: ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ: બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત

Back to top button