કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રીનગરમાં આપેલા એક વિવાદાસ્પદ નિવેદનના સંદર્ભમાં દિલ્હી પોલીસ રવિવારે તેમના નિવાસસ્થાને પહોંચી છે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નર અને ડીસીપી હાલમાં રાહુલ ગાંધીના ઘરની અંદર હાજર છે. જોકે રાહુલ એક કલાક પછી પણ પોલીસને મળ્યો નથી. પોલીસે રાહુલ ગાંધીના આવાસની બહાર બેરિકેડ લગાવી દીધા છે.
#WATCH | We've come here to talk to him. Rahul Gandhi gave a statement in Srinagar on Jan 30 that during Yatra he met several women & they told him that they had been raped…We're trying to get details from him so that justice can be given to victims: Special CP (L&O) SP Hooda pic.twitter.com/XDHru2VUMJ
— ANI (@ANI) March 19, 2023
આ સાથે જ રાહુલ ગાંધીને મળવા પવન ખેડા તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. પરંતુ પોલીસે પહેલા તેમને અંદર જતા અટકાવ્યા હતા. જોકે બાદમાં પરવાનગી આપવામાં આવી હતી. પવન ખેડાએ કહ્યું કે રાહુલ ગાંધીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારને શું લાગે છે કે તેઓ ડરી જશે?+
Delhi | Under which rule is the police coming to Rahul Gandhi’s residence to take details of Bharat Jodo Yatra which got over 45 days back. The Govt thinks whenever they want they can send the police to our residences?: Congress leader Pawan Khera outside Rahul Gandhi's residence pic.twitter.com/yw4hvdfrSZ
— ANI (@ANI) March 19, 2023
દિલ્હીના ખાસ કમિશ્નર (કાયદો અને વ્યવસ્થા) સાગરપ્રીત હુડ્ડાએ કહ્યું કે અમે તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે મુલાકાત દરમિયાન તેઓ ઘણી મહિલાઓને મળ્યા હતા અને તેઓએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે તેમની સાથે યૌન શોષણ થયું છે. એટલા માટે અમે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી પીડિતોને ન્યાય મળી શકે.
Delhi | Special CP (L&O) Sagar Preet Hooda arrives at the residence of Congress MP Rahul Gandhi in connection with the notice that was served to him by police to seek information on the 'sexual harassment' victims that he mentioned in his speech during the Bharat Jodo Yatra. pic.twitter.com/WCAKxLdtZJ
— ANI (@ANI) March 19, 2023
સમગ્ર ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે શ્રીનગરમાં તેમની ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે આજે પણ મહિલાઓનું યૌન શોષણ થઈ રહ્યું છે. આને લઈને દિલ્હી પોલીસે 16 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ મોકલીને પૂછ્યું હતું કે આ વાત કઈ મહિલાઓ છે. રાહુલ ગાંધીએ તેની વિગતો દિલ્હી પોલીસને આપવી જોઈએ. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના નેતાએ હજુ સુધી દિલ્હી પોલીસને જવાબ આપ્યો નથી.
આ તરફ કોંગ્રેસે દિલ્હી પોલીસ દ્વારા રાહુલ ગાંધીને નોટિસ આપવા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું. કોંગ્રેસે કહ્યું હતું કે પીએમ મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધીના સવાલોથી પરેશાન સરકાર તેની પોલીસની પાછળ છુપાઈ છે. કોંગ્રેસે કહ્યું હતું કે અમે કાયદા મુજબ યોગ્ય સમયે નોટિસનો જવાબ આપીશું. આ નોટિસ સરકાર ડરી ગઈ છે તેનો વધુ એક પુરાવો છે.
આ પણ વાંચો : આખરે રાહુલ ગાંધીના કેમ્બ્રિજમાં આપેલા નિવેદન અંગે કરી સ્પષ્ટતા, ‘દેશ અંગે કોઇ વાત નથી’