ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીનું સાંસદપદ ગયું ! લોકસભાના સભ્યપદેથી હટાવાયા

Text To Speech

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ કી દેવામા આવી છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ રાહુલની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી છે. સરનેમ કેસને લઈને તેમનું સભ્યપદ રદ કરવામા આવ્યું છે.

રાહુલ ગાંધી -humdekhengenews

રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ

મહત્વનું છે કે ચાર વર્ષ જૂના નિવેદનમાં કોર્ટે તેમને કથિત માનહાનિ માટે દોષિત ઠેરવ્યા છે. સજા બાદ કોર્ટે રાહુલને જામીન આપ્યા હતા. ત્યારે આ કેસને લઈને તેમની સંસદ સભ્યતા રદ કરી દેવામા આવી છે. માનહાનીના કેસ બાદ તેમનું પદ છિનવાયું છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.

 

માનહાનીના કેસ બાદ પદ છીનવાયું

ઉલ્લેખનીય છે કે 2019 લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ચોરોની સરનેમ મોદી હોય છે. બધા જ ચોરોની સરનેમ મોદી જ કેમ હોય છે. તેમના આ નિવેદનને લઈને સુરત પશ્ચિમના BJPના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.આ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. અને કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ કર્યો હતો. અને આ સજા સંભળાવ્યાના થોડા સમય બાદ તે જ કોર્ટે તેમને 30 દિવસ માટે જામીન પણ આપ્યા હતા. ત્યારે આખરે આજે લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પિતાએ મોબાઇલ ન અપાવતા 10 વર્ષની બાળા ઘરેથી ભાગી, રાતે જ થયું કંઈક આવું..

Back to top button