નેશનલ

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ , દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક

Text To Speech

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ થતા આ મુદ્દે  થોડી જ વારમાં કોંગ્રેસની દિલ્હીમાં બેઠક મળવા જઈ રહી છે. જેમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ ખડગે સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં કોંગ્રેસ રાહુલ ગાંધીના સભ્યપદ રદ થવા મુદ્દે રણનીતિ ઘડશે .

દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક

રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. આજે તેમની લોકસભાની સદસ્યતા રદ્દ કરી દેવામા આવી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવવામા આવી હતી. જેના કારણે તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. ત્યારે રાહુલ ગાંધીની સદસ્યતા રદ થતા કોંગ્રેસમાં ભારે હલચલ મચી ગઈ છે. આ મુદ્દે થોડી જ વારમા દિલ્હીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાવાની છે.

રાહુલ ગાંધી-humdekhengenews

ગળની રણનિતિને લઈને ચર્ચા

મહત્વનું છે કે ‘મોદી સરનેમ’ પર ટિપ્પણી કરવા બદલ સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકાર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમનું સાંસદ પદ ગુમાવ્યું છે.ત્યારે કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં નહી આવે તો તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.ત્યારે લોકસભાના આ નિર્ણયથી જાણે કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે તાત્કાલિક બેઠકનું આયોજન કર્યું છે. જેમાં આગળની રણનિતિ ઘડવામાં આવશે.

સોનિયા અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને

રાહુલ ગાંધીનું સભ્યપદ છીનવાતા કોંગ્રેસ સાંજે આ અંગે એક મોટી બેઠક યોજવા જઈ રહી છે, ત્યારે બીજી તરફ આ સામાચાર મળતા જ સોનિયા અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને આ ત્રણેય વચ્ચે કોંગ્રેસની ભાવિ રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનું સભ્ય પદ છીનવાતા આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે સાંજે  કોંગ્રેસના મુખ્યાલયમાં વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર કેસ દાખલ, જાણો શું છે મામલો

Back to top button