નેશનલ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મોકુફ, આ કારણે યાત્રા અટકાવવામાં આવી

Text To Speech

રાહુલ ગાંધી દ્વારા ચલાવવામા આવતી ભારત જોડો યાત્રાને હાલ પુરતી સ્થગિત કરી દેવામા આવી છે. ભાર જોડો યાત્રા હાલ જમ્મુ-કશ્મીર છે ત્યારે અહી ખરાબ વાતાવરણને કારણે આ યાત્રાને મોકુફ રાખવામાં આવી છે.

આ કારણે યાત્રા રખાઈ મોકુફ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ-કશ્મીરમાં છે ત્યારે તેને અહી અવાર નવાર અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભારત જોડો યાત્રાને વધુ એક અડચણ નડી છે. જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ માટે મોકૂફ રાખવામાં આવી છે.

ભારત જોડો યાત્રા-HUMDEKHENGENEWS

કોંગ્રેસના મહાસચિવ ટ્વિટ કરી આપી જાણકારી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે. આ અંગે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને માહિતીઆપી હતી. જયરામ રમેશે કહ્યું કે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે રામબનના બનિહાલ ખાતેનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. હવે યાત્રા 27 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યે શરૂ થશે.

ભારત જોડો યાત્રા અંતિમ તબક્કામાં

રાહુલ ગાંધી હાલ જમ્મુ પરત ફરી રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ ત્યાંથી દિલ્હી પરત ફરશે. રાહુલ સાંજે રામબનના બનિહાલમાં સભાને સંબોધિત કરવાના હતા પરંતુ સવારથી જ તે વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. અને અહીં હાઈવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આગામી બે દિવસ પણ આવું જ હવામાન રહેવાની ધારણા છે. જેથી આવી પરિસ્થિતિમાં યાત્રા કરવી યોગ્ય ન હોવાથી આ યાત્રાને થોડા સમય માટે અટકાવી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ચાલુ મહિને 30 જાન્યુઆરીએ આ યાત્રાનું સમાપન શ્રીનગરમાં કરાશે.

આ પણ વાંચો : લખીમપુર ખેરીમાં ખેડૂતોને કચડવાના કેસમાં આશીષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપી

Back to top button