કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જારી કરવામા આવ્યુ છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવીને રદ કરી દીધી છે. આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો.
નેતા રાહુલ ગાંધીનુ સંસદ સભ્યપદ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા આ અંગેની સૂચના પણ બહાર પાડવામાં આવી છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા અને દોષિત ઠરાવીને રદ કરી દીધી છે. આ સાથે તેમની સંસદ પુનઃસ્થાપિત કરવાનો રસ્તો સાફ થઈ ગયો. રાહુલે 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચો : ગુજરાત: મુન્દ્રા બંદરના સોપારી કાંડમાં થયા મોટા ખુલાસા
સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી હતી
રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ લોકસભા સચિવાલય દ્વારા તેમની સંસદની સદસ્યતા રદ કરવામાં આવી હતી. વાસ્તવમાં, લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે.
આ પણ વાંચો : વડોદરા-હરિદ્વાર ટ્રેનને પુનઃ શરૂ કરવા રેલવે મંત્રાલયમાં રજૂઆત