રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ઈંધણ પૂરું! ના પહોંચી શક્યા દિલ્હી, જાણો ક્યાં વિતાવી રાત?
- ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ટેક ઓફ ના કરી શક્યું
- ભાજપે દાવો કર્યો કે રાહુલ ગાંધીના હેલિકોપ્ટરમાં ઈંધણ પૂરું થઈ ગયું હતું
- રાહુલ ગાંધીને મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં રાત્રિ રોકાણ કરવું પડ્યું
મધ્યપ્રદેશ, 9 એપ્રિલ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં સોમવાર, 8 એપ્રિલની રાત રોકાવું પડ્યું હતું, કારણ કે ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ટેક ઓફ કરી શક્યું ન હતું. પાર્ટીના એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. જો કે બાદમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિતના ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે હેલિકોપ્ટરમાં ઇંધણ પૂરું થવાને કારણે રાહુલ ગાંધી ટેક ઓફ કરી શક્યા ન હતા.
રાહુલ ગાંધી તેમની પાર્ટીના લોકસભા ચૂંટણી પ્રચાર માટે મધ્ય પ્રદેશમાં ગયા હતા અને સોમવારે મંડલા અને શાહડોલમાં બે રેલીઓને સંબોધિત કરી હતી, જ્યાં 26 એપ્રિલે મતદાન થશે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ કહ્યું કે, શાહડોલમાં ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ટેકઓફ કરી શક્યું ન હતું. ત્યાર બાદ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું.
રાહુલ ગાંધીએ રાત્રિ રોકાણની ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી
રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, આજે હેલિકોપ્ટરનો મૂડ થોડો બદલાયો અને અમારો થોડો. તેથી આજેની સાંજ શહડોલના નામે. વીડિયોમાં રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે જમતા પણ જોવા મળે છે.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
આ પણ વાંચો: રાહુલ ગાંધી પર ભાજપ કરતા વધુ પ્રહારો તો પ્રશાંત કિશોર કરી રહ્યા છે, કેમ ?