નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા રાજઘાટ પહોંચ્યા હતા. તેમજ તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ શાંતિવન પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા રાહુલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના પિતા રાજીવ ગાંધીની સમાધિ પર પણ પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીના સમાધી સ્થળ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાહુલ ગાંધીએ આવી કડકડતી ઠંડીમાં પણ માત્ર સફેદ ટીશર્ટ પહેરીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.