ટોપ ન્યૂઝનેશનલ

સંસદમાંથી સભ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, અદાણી મુદ્દાને લઈ ફરી આક્રમક

Text To Speech

રાહુલ ગાંધીની સંસદમાંથી સભ્યતા રદ્દ થયા બાદ આજે પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેને કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આ સિવાય તેમણે સંસદમાં પોતાનું ભાષણ હટાવવાની પણ વાત કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી’ અટક કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેને સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. જો કે તેની પાસે હજુ પણ ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો વિકલ્પ છે. અહીં, રાહુલ વિરુદ્ધ આ કાર્યવાહી પર, કોંગ્રેસે કહ્યું કે તે ભારતીય લોકતંત્રની સ્થિતિ વિશે વિશ્વને ખૂબ જ ખરાબ સંકેત મોકલી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી’ પર અટેક મામલે દેશમાં ઓબીસી પર કોઈ પણ પ્રકારનો હુમલો નથી કર્યો. આ અદાણી અને મોદીના સંબંધો મામલો છે. જો તમે ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા મારા નિવેદનો જોશો તો મેં આવું ક્યારેય કહ્યું નથી. મેં દરેક વર્ગને એક થવા કહ્યું છે.

આ પણ વાંચો : માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો, જો રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં આટલું જ કહ્યું હોત તો…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.

રાહુલ ગાંધીએ કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. નરેન્દ્ર મોદી સાથે અદાણીનો શું સંબંધ છે? હું આ પૂછતો રહીશ. હું ભારતના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકશાહી માટે લડતો રહીશ. હું કોઈથી ડરતો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી પરના મારા ભાષણથી વડાપ્રધાન ડરી ગયા છે અને મેં તેમની આંખોમાં જોયું છે, તેથી પહેલા મુદ્દા પરથી ધ્યાન હટાવવામાં આવ્યું હતું. તે પછી મને ગેરલાયક ઠેરવવામાં આવ્યો.

આ પણ વાંચો : રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવા સામે SCમાં અરજી , કાયદાની આ જોગવાઈને રદ કરવાની માંગ

Back to top button