રાહુલ ગાંધીનો મોટો દાવો, કહ્યું: ચક્રવ્યુહ ભાષણ પછી ED દરોડાની કરી રહ્યું છે તૈયારી
- EDના આંતરિક અધિકારીઓએ કહ્યું કે, દરોડા પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે: રાહુલ ગાંધી
નવી દિલ્હી, 2 ઓગસ્ટ: વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે હવે તેમના પર EDના દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ યોજના 29 જુલાઈએ સંસદમાં તેમના ‘ચક્રવ્યુહ’ ભાષણ પછી બનાવવામાં આવી છે. રાહુલે દાવો કર્યો હતો કે, EDના આંતરિક અધિકારીઓએ તેમને કહ્યું હતું કે, દરોડા પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદથી તેઑ ખુલ્લા હાથે તેમની રાહ જોઈ રહ્યા છે.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
ખુલ્લા હાથે રાહ જોઈ રહ્યો છું: રાહુલ ગાંધી
સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “દેખીતી રીતે, 2માંથી 1 વ્યક્તિને મારું ચક્રવ્યુહ ભાષણ પસંદ આવ્યું નથી. EDના આંતરિક સૂત્રોએ મને કહ્યું છે કે, દરોડા પાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેથી હું તેમની ખુલ્લા હાથે રાહ જોઈ રહ્યો છું. તેઓ આવે એટલે તેમને ચા અને બિસ્કિટ ખવડાવીશ.” રાહુલ ગાંધીએ તેમની પોસ્ટમાં ED ડિરેક્ટરના સત્તાવાર X હેન્ડલને પણ ટેગ કર્યું છે.
21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ રચવામાં આવ્યું
હકીકતમાં, 29 જુલાઈએ લોકસભામાં બજેટ ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે નિશાનના પ્રતિકને દરેક જગ્યાએ પ્રદર્શિત કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે, 21મી સદીમાં એક નવું ‘ચક્રવ્યુહ’ રચવામાં આવ્યું છે.
ચક્રવ્યુહના કેન્દ્રમાં 6 લોકો
રાહુલે કહ્યું હતું કે, “હજારો વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, અભિમન્યુને ચક્રવ્યુહમાં ફસાવીને છ લોકોએ મારી નાખ્યો હતો. જ્યારે મેં થોડું સંશોધન કર્યું તો મને જાણવા મળ્યું કે, ચક્રવ્યુહને પદ્મવ્યુહ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ કમળના આકારનો છે. ચક્રવ્યુહ પણ કમળના આકારનું હોય છે. 21મી સદીમાં એક નવું ચક્રવ્યુહ બનાવવામાં આવ્યું છે, જે કમળના ફૂલના આકારનું છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ‘વડાપ્રધાન આ નિશાન તેમની છાતી પર પહેરે છે. અભિમન્યુ સાથે જે થયું તે ભારતના લોકો સાથે થઈ રહ્યું છે. અભિમન્યુને છ લોકોએ માર્યો હતો. આજે પણ ચક્રવ્યુહના કેન્દ્રમાં છ લોકો છે. આજે પણ છ લોકો ભારતને નિયંત્રિત કરી રહ્યા છે – નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અંબાણી અને અદાણી.
આ પણ જૂઓ: NEET પેપર લીક કેસ : CBIએ13 આરોપીઓ સામે દાખલ કરી પ્રથમ ચાર્જશીટ