મહિલાએ તેના માથા પર એક સાથે બે સિલિન્ડર મૂક્યા અને પછી કર્યો ડાન્સ, જૂઓ વીડિયો


- “Mrs Neetu” નામની તેની યુટ્યુબ ચેનલ પર પોતાનું વર્ણન કરતાં મહિલા કહે છે કે તે તેના માથા પર વિવિધ વસ્તુઓને સંતુલિત કરવા માટે જાણીતી છે
HD ન્યૂઝ ડેસ્ક, 22 જૂન: હરિયાણાની એક મહિલા સાડી પહેરીને એકસાથે ગેસના બે સિલિન્ડર અને તેની ઉપર તાંબાના વાસણને સંતુલિત કરી ડાન્સ કરી રહી છે. આ મહિલાનું આવું સંતુલન જોઈને લોકોને આ વીડિયો વધારે પસંદ આવી રહ્યો છે અને આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. “Mrs Neetu” નામની તેની યુટ્યુબ ચેનલ પર પોતાનું વર્ણન કરતાં મહિલા કહે છે કે તે તેના માથા પર વિવિધ વસ્તુઓને સંતુલિત કરવા માટે જાણીતી છે. તેણીએ આ માટે હરિયાણામાં “નંબર વન” હોવાનો દાવો પણ કર્યો છે.
નીતુ નામની આ મહિલા યુટ્યુબર તેની ચેનલ પણ આવા અનેક સંતુલન કરતી વસ્તુઓના વીડિયો શેર કર્યા છે. જેમાં કેટલાય ગેસ સિલિન્ડરો, પાણીની ટાંકીઓ, સ્ટીલના કાચની ઉપર તાંબાના પાણીના વાસણને સંતુલિત કરતી, હુલા હૂપ ફેરવતી, સ્ટીલની નાની પ્લેટ પર ઊભી રહેતી હોય તેવા અનેક વીડિયો તેણીએ યુટ્યુબ ચેનલ પર શેર કર્યા છે.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
સોશિયલ મીડિયા યુઝર્સ નીતુ નામની મહિલાની અનોખી ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. હાલમાં નીતુના Instagram પર 58.7K ફોલોઅર્સ છે, અને YouTube પર 164K થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
આ પણ વાંચો: સ્વિટ્ઝરલેન્ડના રેસ્ટોરાંમાં સલવાર-કમીઝમાં જોવા મળી વેઈટ્રેસ, જૂઓ વીડિયો