ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હાથરસ કાંડ અંગે રાહુલ ગાંધીએ CM યોગીને લખ્યો પત્ર: વળતરની રકમ વધારવાની કરી માંગ

Text To Speech
  • દુઃખની આ ઘડીમાં તેમને આપણી સામૂહિક સંવેદના અને મદદની જરૂર છે: રાહુલ ગાંધી

નવી દિલ્હી, 07 જુલાઇ: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટના અંગે આજે રવિવારે UPના CM યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. રાહુલ ગાંધીએ પત્ર દ્વારા પીડિત પરિવારની સમસ્યાઓ મુખ્યમંત્રીને જણાવી છે. આ સિવાય રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે, વળતરની રકમમાં વધારો કરવામાં આવે અને પીડિત પરિવારને વહેલી તકે આપવામાં આવે. રાહુલ ગાંધીએ CM યોગીને પત્ર લખ્યો છે કે, “દુઃખની આ ઘડીમાં તેમને આપણી સામૂહિક સંવેદના અને મદદની જરૂર છે.” રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પણ આ પત્ર પોસ્ટ કર્યો છે.

 

વળતર વધારવાની માંગ

રાહુલ ગાંધીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતર પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં મુખ્યમંત્રીને કહ્યું છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર ઘણું ઓછું છે. આવી સ્થિતિમાં તેને તાત્કાલિક વધારવું જોઈએ તેમજ ઇજાગ્રસ્તોની યોગ્ય સારવારની વ્યવસ્થા થવી જોઇએ.

સ્થાનિક વહીવટીતંત્ર પર કાર્યવાહીની માંગ

રાહુલ ગાંધીએ પત્રમાં કહ્યું છે કે, જ્યારે હું હાથરસ અને અલીગઢમાં પીડિત પરિવારને મળ્યો ત્યારે તેઓએ કહ્યું કે, આ ઘટનામાં સ્થાનિક પ્રશાસનની બેદરકારી અને સંવેદનહીનતા છે. આવી સ્થિતિમાં આ મામલે યોગ્ય અને પારદર્શક તપાસ થવી જોઈએ. ન્યાયની દૃષ્ટિએ પણ દોષિતોને કડકમાં કડક સજા મળે તે જરૂરી છે.

આ પણ જુઓ: હાથરસ ઘટનાનો આરોપી 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં, પોલીસ માંગશે રીમાન્ડ

Back to top button