રાહુલ ગાંધી આજથી બે દિવસ કેદારનાથ પ્રવાસે
- કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આજે ઉત્તરાખંડ પહોંચશે
- રાહુલની આ મુલાકાત અંગત રહેશે, કેદારનાથમાં પૂજા અર્પણ કર્યા બાદ તેઓ ભક્તો અને પૂજારીઓને મળશે
- રાહુલ ગાંધી ઉત્તરાખંડ બે દિવસ રોકાશે
દિલ્હી: વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેદારનાથ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી અહીં બે દિવસ રોકાશે. રાહુલ ગાંધીની આ અંગત યાત્રા છે. રાહુલ ગાંધી બપોરે 12:15 વાગ્યે દિલ્હીથી દેહરાદૂન જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ 12:30 વાગ્યે એરપોર્ટથી કેદારનાથ જવા રવાના થયા છે.
રાહુલ ગાંધી બે દિવસની મુલાકાતે
કેદારનાથ પહોંચ્યા પછી રાહુલ ગાંધી રુદ્રાભિષેક કરવાની સાથે કેદારનાથ ધામમાં પૂજા કરશે અને પછી ભક્તો અને પૂજારીઓને પણ મળશે. કેદારનાથમાં બે દિવસ રોકાયા બાદ તેઓ મંગળવારે બપોરે દિલ્હી પરત ફરશે. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસના સમર્થકોને અપીલ કરી છે કે આ મુલાકાત તેમની અંગત મુલાકાત છે અને કોઈ તેમને મળવા ન આવે.
श्री @RahulGandhi जी बाबा केदारनाथ के दर्शन करने उत्तराखण्ड आ रहे हैं। ये उनकी निजी आध्यात्मिक यात्रा है, सभी पार्टी कार्यकर्ताओं से आग्रह है कि इस निजी यात्रा का सम्मान करते हुए इस यात्रा को एकांत में पूर्ण करने दें। आप सभी अपना उत्साहपूर्वक समर्थन मन से कर सकते हैं और अगली बार…
— Uttarakhand Congress (@INCUttarakhand) November 4, 2023
ઉત્તરાખંડ કોંગ્રેસે ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘રાહુલ ગાંધી બાબા કેદારનાથના દર્શન કરવા ઉત્તરાખંડ આવી રહ્યા છે. આ તેમની અંગત આધ્યાત્મિક યાત્રા છે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિનંતી છે કે તેઓ આ અંગત યાત્રાનું સન્માન કરે અને આ યાત્રાને એકાંતમાં પૂર્ણ કરવા દે. તમે બધા તમારા ઉત્સાહને મનથી સમર્થન કરી શકો છો અને ફરી જ્યારે રાહુલ ગાંધી આવશે ત્યારે તમે તમારા પ્રિય નેતાને મળી શકો છો. જય શ્રી કેદાર!’
कांग्रेस पार्टी के पूर्व राष्ट्रीय अध्यक्ष एवं हम सबके प्रिय नेता आदरणीय श्री @RahulGandhi जी का बाबा केदार की पावन भूमि में आगमन पर हार्दिक स्वागत व अभिनंदन।#RahulGandhiinUttarakhand #Uttarakhand pic.twitter.com/pl2yFh8P0M
— Uttarakhand Congress (@INCUttarakhand) November 5, 2023
અગાઉ પણ રાહુલ ગાંધી કેદારનાથની મુલાકાત લઈ ચૂક્યા છે. 2013ની દુર્ઘટના બાદ તેઓ કેદારનાથ આવ્યા હતા અને પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં કોણ બનશે CM? શિવરાજ ચૌહાણ, કમલનાથ કે સિંધિયા?