ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ન્યાય યાત્રાને અધવચ્ચે છોડીને રાહુલ ગાંધી પટણા જશે, શું છે તેના પાછળનું કારણ?

નવી દિલ્હી, 03 માર્ચ: રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રાને આજે 50 દિવસ પૂર્ણ થયા છે. મધ્યપ્રદેશની યાત્રાનો આજે બીજો દિવસ છે. જો કે, આજે રાહુલ મધ્યપ્રદેશમાં યાત્રા નીકાળવાના બદલે પટણામાં જશે. જેના કારણે ન્યાય યાત્રા પર અડધા દિવસનો વિરામ રહેશે, કારણ કે રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે.

યાત્રાની અધવચ્ચે રાહુલ પટણા જશે

દરમિયાન કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, આજે ભારત જોડો યાત્રાનો 50મો દિવસ છે. રાહુલ ગાંધી વિપક્ષની રેલીમાં સામેલ થવા માટે પટણા જવાના છે. આજે સવારે તેઓ અગ્નિવીર યોજના વિશે વાતચીત કરશે. તેથી બપોરમાં ભારત જોડો ન્યાય યાત્રા નહીં થાય, અમે આવતીકાલે શિવપુરીથી યાત્રા ફરી શરૂ કરીશું.

વિપક્ષી ગઠબંધનની રેલીમાં હાજરી આપશે

મધ્યપ્રદેશની મુલાકાતના બીજા દિવસે રાહુલ ગાંધી સમાજના વિવિધ વર્ગો સાથે વાતચીત કરી રહ્યા છે. એમપીમાં બીજા દિવસે ગ્વાલિયરથી યાત્રા શરૂ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી ભૂતપૂર્વ સૈનિકો અને ભાવિ અગ્નિવીરો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા જ્યારે દેશના યુવાનો સખત મહેનત કરીને સેનામાં જોડાતા ત્યારે તેમને સન્માન મળતું હતું. જો કોઈ શહીદ હોય તો તેને શહીદનો દરજ્જો મળતો. હવે ‘અગ્નવીર યોજના’ શરૂ થયા બાદ સૈનિકો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ અન્યાય છે.

આ ઉપરાંત તેમણે યાત્રા દરમિયાન લોકો સાથે સંવાદ કરતાં જણાવ્યું કે, દેશના 73% લોકો મોટી હોસ્પિટલો અને ખાનગી શાળાઓમાં દૂર-દૂર સુધી મેનેજમેન્ટ જોવા મળતું નથી, પરંતુ મનરેગા અને કોન્ટ્રાક્ટ મજૂરોની યાદીમાં જોવા મળશે. જો આ 73% લોકો મનરેગા અને કોન્ટ્રાક્ટ મજૂરોની યાદીમાં જોવા મળે છે, તો પછી આ લોકો મોટી હોસ્પિટલો, ખાનગી શાળાઓ, કંપનીઓના સંચાલનમાં કેમ નથી? આમ, તેમણે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.

મહત્ત્વનું છે કે, આજે યાત્રા મોહનામાં રોકાશે અને બપોરે રાહુલ ગાંધી પટણા જવા રવાના થશે. રાહુલ ગાંધી બિહારના પટણામાં ભારતની જન વિશ્વાસ રેલીમાં ભાગ લેશે. આવતીકાલે મધ્યપ્રદેશના ફરી ભારત જોડો ન્યાય યાત્રા શિવપુરીથી શરૂ કરાશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની ‘ન્યાય યાત્રા’ આજે MPમાં એન્ટ્રી કરશે, શું કમલનાથ જોડાશે?

Back to top button