રાહુલ ગાંધી 14 જાન્યુઆરીથી કરશે મણિપુરથી મુંબઈ સુધી ‘ભારત ન્યાયયાત્રા’
- 6,200 કિ.મી.ની આ યાત્રામાં 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે
- ન્યાયયાત્રામાં 90 લોકસભા બેઠકોને કોંગ્રેસ દ્વારા કવર કરવામાં આવશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બાદ હવે વધુ એક યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે આ યાત્રાને ‘ભારત ન્યાય યાત્રા’ નામ આપ્યું છે, જે 14 જાન્યુઆરીથી શરૂ થઈને 20 માર્ચના રોજ સમાપ્ત થશે. મણિપુરથી ગુજરાત થઈ મુંબઈ સુધીની આ યાત્રામાં કોંગ્રેસ 6,200 કિલોમીટરનું અંતર કાપશે. આ યાત્રા 14 રાજ્યોના 85 જિલ્લાઓની 90 લોકસભા બેઠકોને કવર કરવામાં આવશે. જે બસ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ પગપાળા ચાલીને ભારત જોડો યાત્રાને કવર કરી હતી.
भारत न्याय यात्रा 🇮🇳
🗓️ 14 जनवरी से 20 मार्च
📍मणिपुर से मुंबई तक6200 किमी. | 14 राज्य | 85 जिले pic.twitter.com/QEOQUU9BPs
— Congress (@INCIndia) December 27, 2023
ન્યાયયાત્રા 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેશે
આ મેગા યાત્રામાં બસનો ઉપયોગ કરવામાં આવશે, જેના દ્વારા 14 રાજ્યોના 85 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ 6200 કિલોમીટરની યાત્રામાં કોંગ્રેસ જે રાજ્યોને આવરી લેશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ હશે. આ ઉપરાંત યાત્રામાં ભાગ લેનાર આગેવાનો સમયાંતરે થોડો સમય પદયાત્રા પણ કરી શકશે.
શા માટે કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું નામ ભારત ન્યાયયાત્રા રાખવામાં આવ્યું?
#WATCH | Congress General Secretary KC Venugopal says, “Now Rahul Gandhi is doing a yatra with great experience from the first Bharat Jodo Yatra. This Yatra is going to interact with youth, women and marginalised people. This Yatra will cover a distance of 6,200 kms. It travels… pic.twitter.com/ICfR4jDExA
— ANI (@ANI) December 27, 2023
જ્યારે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશને પૂછવામાં આવ્યું કે, આ યાત્રાનું નામ ન્યાયયાત્રા શા માટે રાખવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “અમે જનતાને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે આર્થિક, સામાજિક અને વ્યૂહાત્મક ન્યાય આપીશું. પ્રથમ યાત્રા 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી જ્યારે આ બીજી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે.”
On December 21st, the Congress Working Committee gave an opinion that Rahul Gandhi ji should start a yatra from east to west. Rahul Gandhi ji has also agreed to fulfill the wish of the CWC.
So the All India Congress Committee has decided to hold a ‘Bharat Nyay Yatra’ from… pic.twitter.com/fkaD08PlNz
— Congress (@INCIndia) December 27, 2023
શું મણિપુર હિંસાને કારણે ન્યાયયાત્રાનું નામ આપવામાં આવ્યું ?
કોંગ્રેસનો ઉદ્દેશ્ય આ યાત્રા દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે, તેથી જ પાર્ટીએ આટલી લાંબી યાત્રાનો માર્ગ પસંદ કર્યો છે. પાર્ટીએ આની શરૂઆત મણિપુરથી કરી છે કારણ કે ગયા વર્ષના મે મહિનાથી ત્યાં હિંસાનો સમયગાળો ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને અત્યાર સુધી મણિપુરમાં હિંસા અટકાવી શકી નથી. રાહુલ ગાંધી થોડા દિવસો માટે મણિપુર પણ ગયા હતા અને ત્યાં હિંસા પીડિતોને પણ મળ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે મણિપુર હિંસા અંગે સંસદમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી મણિપુરને પોતાના આધાર તરીકે ઉપયોગ કરીને દેશમાં સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શું હતી?
કોંગ્રેસે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થયેલી આ યાત્રા લગભગ 5 મહિના સુધી ચાલી હતી. ભારત જોડો યાત્રા દ્વારા અલગ-અલગ રાજ્યોના કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલ્યા. આ યાત્રામાં કોંગ્રેસે લગભગ 3500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, ભારત જોડો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘નફરત, ભય અને કટ્ટરતા’ની રાજનીતિ સામે લડવાનો હતો. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા લોકોની આકાંક્ષાઓની અવગણના અને રાજકીય કેન્દ્રીકરણ અને અન્યાય સામે આપણે લડવાનું છે.
આ પણ જુઓ :કુસ્તી સંઘના વિવાદ વચ્ચે રાહુલ ગાંધી કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા, પહેલવાનોને મળ્યા