આવતી કાલે સુરત આવશે રાહુલ ગાંધી, માનહાનિ કેસના ચુકાદાને પડકારશે


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ‘મોદી અટક’ સંબંધિત કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે આ કેસમા તેમના જામીન પણ મંજૂર થઈ ગયા હતા.ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે માનહાનિ કેસને લઈને રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવશે. અને સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે. તેમની સાથે નિષ્ણાંત વકીલોની ટીમ પણ રહેશે.
રાહુલ ગાંઘી આવતી કાલે સુરત આવશે
મળતી માહીતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે સુરત આવશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જો કે તેમને તરત જામીન પણ મળી ગયા હતા. ત્યારે આ મામલે રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરતમાં આવી સુરત કોર્ટમાં અપીલ કરશે.માનહાનીના કેસમાં રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરશે.
સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે
સંસદ સભ્ય પદ ગુમાવ્યા પછી આવતીકાલે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લિગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરશે. મહતવનું છે કે સુરત કોર્ટે માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે ત્યારે આવતી કાલે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે. રાહુલ ગાંઘીનો આ કેસ દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ દ્વારા લડવામાં આવશે. અને આમ તેઓ સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.
આ પણ વાંચો : ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુરાનીનું નિધન, જામનગરમાં લીધા અંતિમ શ્વાસ