ગુજરાતટોપ ન્યૂઝ

10મે એ રાહુલ ગાંધી આવશે ગુજરાત, દાહોદનાં આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં આપશે હાજરી

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીની ગાડી ધીમેધીમે ફાસ્ટ ગિયર માં પ્રવેશી રહી છે. તમામ પક્ષોનાં દિગ્ગજ નેતાઓનાં ગુજરાતમાં આંટાફેરા જોવામાં આવી જ રહ્યા છે. ખાસ કરીનાં ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીનાં ભાદ રૂપે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને આદિવાસી બેલ્ટને હાલ મહત્વ વધુ આપવામાં આવી રહ્યું છે તો આમ આદમી પાર્ટી પણ આદિવાસી મત બેંક અંકે કરવા માટે BTP નો સાથ લઇ રહી હોવાની વાત વિદિત છે, ત્યારે ગુજરાતમાં આદિવાસી મત બેંક અને આદિવાસી વિસ્તારો જે પાર્ટીનાં પૂર્વે ગઢ માનવામાં આવતા હતા, તે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાનું ફોક્સ ગુજરાતની ચૂંટણીએ અને ખાસ કરીને શરૂઆતી તબક્કે આદિવાસી મત બેંક પર કેન્દ્રીત કરતી જોવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા આગામી 3 તારીખે સત્ય મેવ જ્યતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ચહેરા તરીકે પ્રમોટ કરી ઉત્તર ગુજરાતમાં આગળ ચાલવાનો પ્લાન ઘડી લેવામાં આવ્યાનું પ્રતિત થઇ રહ્યું છે. સાથે સાથે 10મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવાના છે અને દાહોદમાં યોજાવા જઇ રહેલ આદિવાસી અધિકાર સત્યાગ્રહમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે ભાજપ તરફ થી ખુદ PM મોદી દ્વારા આ વિસ્તારમાં આડકતરી રીતે ચૂંટણીનાં શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ ભલે પ્રમાણમાં મોડી પણ અંતે આ સંદર્ભમાં જાગી હોવાનું લાગી રહ્યું છે.

Back to top button